Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ર૬૦
અને ભાવેન્દ્રિય એમ બન્ને રૂપે અથવા ભાવેન્દ્રિયરૂપે હોય છે. માટે અચકુદર્શનને ઈન્દ્રિય પર્યાપ્તિ પહેલાં અને પછી પણ માનેલ છે, ગાથા ૧૭
“ઇન્દ્રિય પર્યાપ્તિ પુરી થયે થકે” અહીં ઇન્દ્રિય પર્યાપ્તિના બે જુદા જુદા અર્થોની વિવલા છે.
(૧) જીવ જે શક્તિવડે ધાતુરૂપ પરિણમેલા આહારને ઈન્દ્રિયરૂપપણે પરિણમાવે તે તે શકિત ઈન્દ્રિય પર્યાપ્તિ-અથવા પાંચ ઈન્દ્રિય પ્રાયોગ્ય પુદગલે ગ્રહણ કરી અનાભગ વીર્ય વડે તે પુદ્ગલને ઈન્દ્રિયરૂપે બનાવવાની જે શક્તિ તે ઈન્દ્રિય પર્યાપ્તિ. આ વ્યાખ્યા અનુસાર સ્વયોગ્ય સપૂર્ણ પર્યાદ્ધિઓ પુરી થયા બાદ જ ઈન્દ્રિયજન્ય–ઉપયોગ પ્રવર્તે છે, અપર્યાપ્ત અવસ્થામાં ચઉરિન્દ્રિયાદિને ચલુ હોવા છતાં તેને ઉપયોગ હોતું નથી. એ અપેક્ષાએ ત્રણ જીવભેદ. આ વ્યાખ્યા પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર છે.
(૧) આત્મા જે શક્તિ વડે ધાતુરૂપે પરિણાવેલા આહારમાંથી ઈન્દ્રિય પ્રાયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ઇન્દ્રિયરૂપે પરિણાવી સ્વવિષય જાણવામાં સમર્થ થાય તે ઈન્દ્રિય પર્યાપ્તિ કહેવાય. આ વ્યાખ્યા અનુસાર ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ થયા પછી ઇન્દ્રિયજન્ય ઉપયોગ પ્રવર્તે છે. એટલે તે અપેક્ષાએ પર્યાપ્તિ પૂર્ણ ન કરી હોય અને ઈન્દ્રિય પર્યાતિ પૂર્ણ કરી હોય તેવા જીવને ચક્ષુદર્શન હોય છે એટલે તે અપેક્ષાએ જ જીવભેદ. આ વ્યાખ્યા બૃહત્સંગ્રહણી અને પંચસંગ્રહ વૃત્તિની છે ત્યાં કહ્યું છે કે
करणापर्याप्तेषु चतुरिन्द्रियादिष्विन्द्रियपर्याप्तौ सत्या चक्षुर्दर्शनमपि प्राप्यते"।
કરણ અપર્યાપ્તા એવા ચઉરિંદ્રિય વગેરેમાં ઈન્દ્રિય પર્યામિ પૂર્ણ થયે છતે ચક્ષુદર્શન હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org