Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૫૨
આ ચાર ક૫ નિયમથી હોય અને બાકીની ઇચ્છા મુજબ કરવાના હોય તે અતિકલ્પી.
પરિહારવિશુદ્ધિ ચારિત્ર :–વિશેષમાં આ ચારિત્ર કયારે અને આ ક્ષેત્રમાં હોય તે વિશે આગમોમાં ૨૦ દ્વારથી વર્ણન કરેલ છે, તે ટુંકાણમાં આ પ્રમાણે છે. ક્ષેત્રદ્વાર (૧) કાલદ્દાર (૨) ચારિત્રદ્વાર (૩) તીર્થદ્વાર (૪) પર્યાયકાર (૫) આગમદ્વાર (૬) વેદદ્વાર (૭) કલ્પદ્વાર (૮) લિંગદ્વાર (૯) શ્યાદ્રાર (૧૦) ધ્યાનધાર (૧૧), ગણદ્વાર (૧૨) અભિગ્રહદ્વાર (૧૩) પ્રવજ્યાદ્વાર (૧૪) મુંડાપનદ્વાર (૧૫) પ્રાયશ્ચિત્તવિધિદ્વાર (૧૬) કારગદ્વાર (૧૭) નિઃપ્રતિÁદ્વાર (૧૮) ભિક્ષાર (૧૯) બન્ધદ્વાર (૨૦)
ક્ષેત્ર :–પરિહારવિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરનાર મુનિઓનું જન્મક્ષેત્ર ૫ ભરત, અને ૫ ઐરાવત, પણ મહાવિદેહ નહિં. અને અંગીકાર કરવાનું ક્ષેત્ર પણ એજ જિનકપિઓની જેમ આમનું સંહરણ ન થતું હોવાથી સર્વ ક્ષેત્રની પ્રાપ્તિ નથી.
કાલ :–અવસર્પિણીના ત્રીજા અને ચોથે આરે તેઓનો જન્મ હોય છે. અને સદ્ભાવ અવસર્પિણીના ૩-૪-૫, અને ઉત્સર્પિણીના ૨–૩-૪ આરામાં જન્મ અને સદભાવ ૩-૪ આરામાં. ઉત્સર્પિણી ને અવસર્પિણીમાં હોય જ નહીં.
ચારિત્ર :–સામાયિક ચારિત્ર અને છેદપસ્થાપનીય ચારિત્રના સંયમસ્થાનથી ઉપરનાં જે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ પરિ– હારવિશુદ્ધિના સંચમસ્થાને છે તેમાં વર્તતા જીવને જ આ ચારિત્ર હોય.
તીર્થ :–જિનેશ્વરનું શાસન પ્રવર્તમાન હોય ત્યારેજ હોય છે.
પર્યાય :–ગૃહસ્થપર્યાય જઘન્યથી ૨૯ વર્ષને. યતિપર્યાય - જઘન્યથી ૨૦ વર્ષ. અને બંનેને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org