Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
મન, વચન અને કાયાના નિમિત્તથી પ્રવર્તતું હોવાથી ત્રણ પ્રકારે છે.
૬ શ્યા–જેના વડે આત્મા કર્મોવડે લેપાય તે વેશ્યા. કૃપણ, નીલ આદિ પુદ્ગલ દ્રવ્યોના સંયોગથી સફટિક જેવા નિર્મલ આત્માને શુભાશુભ પરિણામ તે વેશ્યા. વેશ્યા બે પ્રકારની છે. દ્રવ્ય વેશ્યા અને ભાવ લેશ્યા. દ્રવ્યલેશ્યા પુદ્ગલપરિણામ રૂપ છે. ભાવલેશ્યા આત્મપરિણામ રૂપ છે.
૭ બંધ:–મિથ્યાત, અવિરતિ, કષાય અને ગરૂપ બન્ધ હેતુઓ વડે કાશ્મણ વર્ગણાનાં પુગલોને આત્માની સાથે ક્ષીર–નીરની જેમ અથવા લોઢાના ગોળા અને અગ્નિની જેમ એક બીજાને અન્યનભાવરૂપ જે સંબન્ધ તે બંધ.
ઉદય –તે બંધાયેલ કર્મ પુદ્ગલોન અબાધાકાવ પૂર્ણ થતાં અથવા અબાધાકાલ પૂર્ણ થયા પહેલાં અપવર્તના આદિ કરણવિશેષ વડે જે અનુભવ તે ઉદય.
ઉદીરણા:–ઉદયકાલ પહેલાં તે કર્મ પુદ્ગલોને જીવની શક્તિવિશેષથી ઉદયાવલિકામાં નાખવાં તે ઉરીરણા.
સત્તા–બન્ધન અથવા સંક્રમણ કરણ વડે કર્મ પુદ્ગલે જે કર્મરૂપે પરિણત થયેલ છે, તેનું નિર્જરા અથવા સંક્રમથી રૂપાન્તર ન થવું અને તે જ સ્થિતિમાં રહેવું તે સત્તા.
અપમહત્વ:–એક બીજાનું એક બીજાથી વધતા-ઓછાપણું. ૯ ભાવ:–જીવની સ્વાભાવિક અથવા વૈભાવિક અવસ્થા તે ભાવ
૧૦ સંખ્યાતાદિક–સંખ્યાત, અસંખ્યાત અને અનંત એ ત્રણ પ્રકારની સંખ્યાનું વર્ણન.
પ્રજન:–આ વસ્તુ સંક્ષેપરૂચિ જીવોને માટે કહેવાની છે. તે પ્રયોજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org