Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩૯
તીર્થકર: ભગવાનને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરેલ છે. ત્યાં નમસ્કાર દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે થાય છે. તેની પણ ચતુર્ભાગી થાય છે. (૧) દ્રવ્યથી નમસ્કાર ભાવથી નહીં. પાલકકુમારની જેમ (૨) ભાવથી નમસ્કાર પણ દ્રવ્યથી નહી. નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવોની જેમ (૩) દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે નમસ્કાર શાંબકુમારની જેમ (૪) દ્રવ્યથી પણ નહીં અને ભાવથી પણ નહીં મરિચી શિષ્ય કપિલાદિની જેમ. અહીં દ્રવ્યથી અને ભાવથી એમ બંને રીતે નમસ્કાર કરવાનો છે.
વિષય: –નીચે પ્રમાણે વસ્તુઓ કહેવાની છે.
૧ જીવસ્થાન:-દ્રવ્ય અને ભાવ પ્રાણોને ધારણ કરે તે જીવ. તે જીવોના જે ચૌદ ભેદ તે અવસ્થાને. અહીં સંસારી જીવની મુખ્યતા હોવાથી કર્મ જન્ય ચૌદ ભેદોને જીવસ્થાન તરીકે ગણાવેલ છે. નિશ્ચયદષ્ટિથી જ્ઞાન-દર્શન આદિ ગુણો વડે યુક્ત ચેતના લક્ષણવાળો જીવ. એ વ્યાખ્યા છે.
૨ માણાસ્થાન: આ ચદ ભેદે જીવો કોઈ ને કોઈ અવસ્થામાં રહેલા હોય છે. તે અવસ્થાનું માર્ગણશોધન તે માર્ગણા અને તેના મૂલ ચૌદ અને બાસઠ ઉત્તરભેદો તે માર્ગણાસ્થાને.
૩ ૧૪ ગુણસ્થાનક:-જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિની શુદ્ધિ અશુદ્ધિને જે તરતમ ભાવ તે ગુણસ્થાનકો, તે ચૌદ પ્રકારે છે. દરેક જીવ આમાંના કોઇપણ સ્થાનકે રહેલ હોય છે.
૪ ઉપગ:-ચેતનાશક્તિને બોધરૂપ વ્યાપાર તે ઉપયોગ. આ જીવનું અસાધારણ લક્ષણ છે, જેના દ્વારા જીવ વસ્તુમાં રહેલ સામાન્ય અને વિશેષ ધર્મોને જાણે છે. તેના ૧૨ પ્રકાર છે. આમાંના કોઈપણ એક ઉપયોગમાં જીવ વર્તતો હોય છે.
૫ ગ:-જીવને વીર્યના હલનચલન રૂપ યોગ હોય છે. જેના વડે જીવ દેહવું, ચાલવું, બોલવું વિચારવું વગેરે ક્રિયાઓ કરી શકે છે. તે
Jain Education International
For Private & Personal Use Only
- WWW.jainelibrary.org