Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩૧
પૂર્ણ થયા પછી જ્યાં સુધી ઈન્દ્રિય પર્યામિ પૂરી ન થાય ત્યાં સુધી પાંચ નિદ્રાની ઉદીરણા થતી નથી તેને કેવળ ઉદય જ પ્રવર્તે છે. છઠ્ઠા ગુણસ્થાનથી આગળ મનુષાયુષ, સાતા અને અસાતા વેદનીય કર્મની તદ્યોગ્ય અધ્યવસાયના અભાવે ઉદીરણા થતી નથી, કેવળ ઉદય જ હોય છે, તથા ચૌદમાં ગુણસ્થાનકે યોગના અભાવે કોઇપણ પ્રકૃતિની ઉદીરણા હોતી નથી, કેવળ ઉદય જ પ્રવર્તે છે.
उदीरणास्वामित्व समाप्त
सत्तारवामित्व
આવશ્યક અને ઉપયોગી હોવાથી ઉદયસ્વામિત્વની પેઠે ૬૨ ઉરાર માર્ગણાસ્થાનને આશ્રયી ગુણસ્થાનકને વિષે ઉત્તર પ્રવૃતિઓની સત્તાનું કથન કરવું પ્રસ્તુત છે. અહિં સત્તાધિકારમાં ૧૪૮ પ્રકૃતિઓ વિવક્ષિત છે.
૧-૨ નવજાતિ અને વનત્તિ. આ બન્ને માર્ગણાએ અનુક્રમે દેવાયુષ અને નરકાયુષ સિવાય ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય કારણ કે નરકગતિમાં દેવાયુષની સત્તા ન હોય અને દેવગતિમાં નરકાયુષની સત્તા ન હેય, મિથ્યાત્વગુણસ્થાનકે દેવગતિમાં જિનનામની સત્તા ન હોય પણ નરકગતિમાં હાય માટે દેવગતિમાં મિથ્યાત્વગુણસ્થાનકે ૧૪૬ અને નરકગતિમાં ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય. બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જિનનામકર્મ સિવાય ૧૪૬ પ્રકૃતિઓની સત્તા હોય. અવિરતિગુણસ્થાનકે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને અનજાનુબન્ધિ ચતુષ્ક, સમ્યકત્વમેહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વ મોહનીય અને બે આયુષ–એ નવ પ્રકૃતિ વિના ૧૩૯ પ્રકૃતિની સત્તા હોય. ઔપથમિક અને ક્ષાપશર્મિક સમ્યગ્દષ્ટિને એક આયુષ સિવાય ૧૪૭ પ્રકૃતિની સત્તા હોય છે. કારણ કે નારકને દેવાયુષ અને દેવાને નારકાયુષ સત્તામાં ન હોય, ક્ષાયિક સમ્યગ્દષ્ટિને તિર્યંચાયુષ પણ સત્તામાં ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org