Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩૦
મનુયાયુષ, વેદનીયદિક, અને ઉરીગોત્રએ પચીશ પ્રકૃતિઓ તેરમા સયોગી ગુણસ્થાનકે કેવલિસમુદ્રઘાત કરતાં ત્રીજા, ચેથા અને પાંચમાં સમયે ઉદયમાં હોય. ત્રસત્રિક, મનુષગતિ, મનુષ્પાયુષ, ઉરચત્ર, જિનનામ, સાતા કે અસાતામાંથી એક વેદનીય સુભગ, દેવ, યશ અને પંચેંદ્રિયજાતિ–એ બાર પ્રકૃતિઓ ચૌદમાં ગુણસ્થાનકે ઉદયમાં હોય, અહિં સર્વત્ર ઉદયમાં ઉત્તરવૈક્રિયની વિવક્ષા કરી નથી. સિદ્ધાન્તમાં પૃથિવી, અપૂ અને વનસ્પતિને સાસ્વાદન કહ્યું નથી સાસ્વાદનીને મતિ–શ્રુતજ્ઞાની કહ્યા છે. વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન કહ્યું છે અને વૈકિયમિકો અને આહારકમિ દારિકમિશ્ર કહ્યું છે, પણ તે કર્મ ગ્રન્થમાં વિવક્ષિત નથી.
उदयस्वामित्व समाप्त.
उदीरणास्वामित्व. ઉદયસમયથી આરંભી એક આવલિકા સુધીના કાળને ઉદયાવાલિકા કહે છે. ઉદયાવલિકા પ્રવિષ્ટ કર્મ પુદ્ગલને કોઈપણ કરણ લાગુ પડતું નથી, ઉદયાવલિકાની બહાર રહેલા કર્મપુદ્ગલને ઉદયાવલિકાગત કર્મ પુદગલ સાથે મેળવી ભોગવવાં તેને ઉદીરણા કહે છે. જે જાતના કર્મને ઉદય હોય તે જાતના કર્મની જ ઉદીરણા થાય છે. એટલે સામાન્ય રીતે જે માર્ગણામાં જે ગુણસ્થાનકે જેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય છે, તે માર્ગણામાં તે ગુણસ્થાનકે તેટલી પ્રકૃતિઓની ઉદીરણા પણ હોય છે જ્યાં સુધી તેનો ઉદય ચાલુ રહે છે ત્યાં સુધી તેની ઉદીરણા પણ હોય છે, પણ તેમાં એટલો વિશેષ છે કે જે કર્મપ્રકૃતિને ભોગવતાં તેનાં સત્તામાં માત્ર એક આવલિકા કાળમાં ભોગવવા યોગ્ય કર્મ પુદ્ગલે બાકી રહે ત્યારે તેની ઉદીરણા થતી નથી. અર્થાત્ ઉદયાવલિકા પ્રવિષ્ટ કર્મ ઉદીરણા ગ્ય રહેતું નથી. તથા શરીરપર્યાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org