Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૭
અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, વૈક્રિયાષ્ટક, નરાનુપૂર્વી, તિર્યચત્રિક, નીચગોત્ર, દુર્ભાગ, અનાદેય, અયશ અને ઉદ્યોત–એ એકવીશ પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિ હોય. ક્ષાયિકસમ્યગ્દષ્ટિને પાંચમા ગુણસ્થાનકે નીચગોત્રને. ઉદય નથી, કારણ કે પાંચમા ગુણસ્થાનકથી મનુષ્યને ઉચ્ચગોત્રને ઉદય હોય છે, અને તે ગુણસ્થાનકે વર્તત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મનુષ્ય જ હોય છે. તેથી અહિં નીચગેત્રના ઉદયનું વર્જન કર્યું. યદ્યપિ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને વાગઢષભનારાચ સંધયણ સિવાય બીજા પાંચ સંઘયણના ઉદયને નિષેધ કર્યો છે, પરંતુ ભવિષ્યમાં થનારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દુષ્ણસહસૂરિને કયું સંઘયણ માનવું? માટે આ વાત વિચારણીય છે. પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક કાઢી આહારદ્રિક મેળવતાં પ્રમત્તગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ હોય. ત્યાનદ્ધિ ત્રિક અને આહારકદ્વિક–એ પાંચ પ્રકૃતિ વિના અપ્રમત્ત ગુણસ્થાનકે ૭૦, અપૂર્વકરણે ૭૦, હાસ્યાદિ છ પ્રકૃતિ વિના અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૪, વેદત્રિક અને સંજવલનત્રિક–એ છ પ્રકૃતિ વિના સૂક્ષ્મસંપરા ૫૮, સંજવલન લોભ વિના ઉપશાતમોહે પ૭ ક્ષીણમોહના દ્વિચરમ સમય સુધી ૫૭, નિદ્રા અને પ્રચલા વિના છેલ્લા સમયે ૫૫, સોગિકેવલિગુણસ્થાનકે ૪૨ અને અગિગુણસ્થાનકે ૧૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.
બાયોપરામિલખ્યR. અહિં ચેથાથી સાતમા સુધી ચાર ગુણસ્થાનક છે. મિથ્યાત્વ, મિશ્ર, જિનનામ, જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, આતપ અને અનન્તાનુબધિચતુષ્ક–એ સોળ પ્રકૃતિ વિના ઓઘે ૧૦૬, આહારદ્ધિક વિના અવિરતિગુણસ્થાનકે ૧૦૪. દેશવિરતિગુણસ્થાનકે ૮૭. પ્રમત્તે ૮૧, અને અપ્રમત્તે ૭૬ પ્રકૃતિને ઉદય જાણવો.
૧૬ મિશ્રખ્યકર અહિં એક ત્રીજું મિશ્રગુણસ્થાનક હોય. અને ત્યાં સે પ્રકૃતિઓનો ઉદય હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org