Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૯૨
અને ચઉરિન્દ્રિય તથા કાયમાર્ગણામાં પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાય માર્ગણાએ લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચની પેઠે બંધ. કહેવો. આ સાતે માર્ગણાવાળા જીવોને સમ્યકત્વ અને ચારિત્ર નથી તેમજ દેવગતિ કે નરકગતિમાં ઉપજે નહીં તેથી જિનનામ, દેવત્રિક, નરકરિાક, વૈકિયદ્રિક અને આહારકદિક એ અગ્યાર પ્રકૃતિ બાંધે નહિ તેથી અને મિથ્યાત્વે ૧૦૯ પ્રકૃતિઓ બાંધે.
ગાથા ૧૩ “સાસ્વાદન ગુણઠાણ” ભવનપતિથી ઇશાન દેવલોક સુધીના દેવ મિથ્યાત્વ નિમિત્તક એકેન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય બાંધી પછીથી સમ્યકત્વ પામી મરણ સમયે સમ્યક્ત્વ વમી પૃથ્વી,અ૫ અને. વનસ્પતિમાં ઉપજે છે, તેને શરીરપર્યાપ્તિ પુરી કર્યા પહેલાં સાસ્વાદન હોય ત્યારે તે ૯૬ પ્રકૃતિઓ બાંધે.
૯૮ બાંધે” સૂમ-ત્રિક, વિકલ-ત્રિક, એકેન્દ્રિય જાતિ. સ્થાવરનામ, આત૫ નામ, નપુંસકવેદ, મિથ્યાત્વ મેહનીય, હુંડક સંસ્થાન અને છેવટું સંઘયણ એ તેર પ્રકૃતિ મિથ્યાત્વ સિવાય ન બંધાય તેથી તે બાદ કરતાં બન્ને પ્રકૃતિઓ બાંધે.
એ બે મત જાણવા” અહીં કેટલાક આચાર્યો તિર્યંચ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય સિવાય ૯૪ પ્રકૃતિઓ બાંધે એમ કહે છે. આ પ્રમાણે બે મત છે.
આ મતભેદ પ્રાચીન બન્ધસ્વામિત્વમાં પણ છે. તેની ગાથા નીચે પ્રમાણે છે. साणा बंधहिं सोलस, निरतिगहीणा य मोत्तुं छन्नवई ।
ओघेणं वीमुत्तर-सयं च पंचिंदिया बन्धे ॥ २३ ॥ इग-विगलिंदीसाणा, तणुपज्जत्ति न जंति जं तेण । નર-તિરિયાશર્વધા, મયંત તુ રડળ | ૨૪ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org