Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંદર પ્રકૃતિઓ બાંધે નહિ તેઉકાય અને વાયુકાય, તિર્યંચગતિમાં ઉત્પન થાય અને ત્યાં ભવપ્રત્યયે નીચ ગોત્રજ ઉદય હોય માટે તેઓ ઉચ્ચગોત્ર ન બાંધે, તેને સાસ્વાદન ન હોય, કેમકે સમ્યકત્વ મને કોઇ જીવ તેમાં આવીને ઉપજે નહિ.
“કર્મ સ્તવનીપેરે”—એ આઠ યોગમાર્ગણાએ ૧૨ ગુણસ્થાનક હોય ત્યાં કર્મ સ્તવની પેઠે બન્ધ જાણવો તથા સત્ય—મનોયોગ અને અસન્યામૃષા એ બે મનના અને એજ બે વચનના એ ચાર યોગ તેરમા ગુણસ્થાનકે હોય ત્યાં એક સાતા વેદનીય બંધાય. .
અહીં માત્ર કો કહે નરમ આ ગાથામાં વચનધોગ અને ઔદારિક એ બંને સામાન્યપદ છે. તો પણ નરભંગુ શબ્દના સાન્નિધ્યથી વચનયોગનું તાત્પર્ય મનેયોગ સહિત વચનયોગમાં અને દારિકનું તાત્પર્ય મનેયોગ સહિત દારિક કાયપોગમાં રાખી બન્ધસ્વામિત્વને વિચાર કરેલ છે, વચનયોગથી કેવળ વચનયોગ અને કાયયોગથી કેવળ કાયયોગ ગ્રહણ કરવામાં આવે તે તેનું બન્ધસ્વામિત્વ વિકલેન્દ્રિય અને એકેન્દ્રિયના સમાન હોય, એ પ્રમાણે ઔદારિક કાયયોગે બંધને વિચાર કહ્યો.
જીવ પ્રથમ સમયે કેવલ કામણ યોગ વડે આહાર ગ્રહણ કરે ત્યાર પછી દારિક યોગની શરૂઆત થાય છે. તે શરીર પર્યાપ્તિ બનતાં સુધી કાર્મણ સાથે મિશ્ર હોય છે. અને કેવલિ સમુદઘાત અવસ્થામાં બીજ, છઠ્ઠા અને સાતમા સમયે કાર્મણ સાથે દારિક મિશ્રયોગ હોય છે.
વિશિષ્ટ ચરિત્રને અભાવે આહાકદ્ધિક ન બાંધે. સુરાયુ અને નરત્રિક એ ચાર પ્રકૃતિ સર્વ પર્યામિ પૂર્ણ કર્યા સિવાય ન બંધાય તેથી એ છ ન બાંધે. અને કેવલિ સમુદ ઘાત અવસ્થામાં તે કેવલ સાતવેદનીયજ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org