Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૦
ગુણઠાણા ૧૧ હેય :–
શંકા :–ભાવિક સમ્યકત્વને પાંચમા અને છઠ્ઠા ગુણઠાણે દેવાયુનો બંધ કહ્યો છે, પરંતુ તે શી રીતે ઘટે? કારણ કે અભદ્રાયુ ક્ષાયિક સમ્યકત્વ ભવ મોક્ષે જાય છે એટલે આયુ બાંધો નથી. અને બદ્ધાયુ હોય તો આયુ બાંધ્યું છે માટે બાંધવું નથી.
ઉત્તર :-અહીં કોઈ એમ કહે છે કે “સાયિક સ-વને પ્રસ્થાપક [ પ્રારંભ કરનાર ] મનુષ્ય હોય, અને નિષ્ઠાપક ચારે પતિના જી હેય, ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરનાર મનુષ્ય મિથ્યાત્વ મેહનીય અને મિશ્ર મોહનીયનો તદન ક્ષય કરે અને સમ્યકત્વ મેહનીયને ભય કરતાં માત્ર તેના અન્તર્મુહૂર્તમાં વેચવા લાયક પુદગલો બાકી હોય ત્યારે મરણ પામી ચારે ગતિમાં ઉપજે અને ત્યાં ઉત્પન્ન થઈ સમ્યકત્વ મહનીયનાં પુદ્ગલે ભોગવી ક્ષય કરે, તે ક્ષાયિક નિષ્ઠાપક કહેવાય છે, તે ચારે ગતિમાં પ્રાપ્ત થાય. તેથી દેશવિરતિ ગુણઠાણે મનુષ્ય અને તિર્યંચ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ સુરાયુષને બંધ કરે” પર ને ખરૂં નથી. કારણ કે ક્ષાયિક નિષ્ઠાપક અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ છે. અને તેને દેશવિરતિ ગુણસ્થાનક ન હોય, પરનું ક્ષાયિક સમ્યગ્દષ્ટિને નીચે પ્રમાણે કવચિત્ પાંચ ભવો પણ થાય છે. અને તે અપેક્ષાએ સુરાયુષનો બંધ સંભવે છે.
પાંચમા આરાના અંતે થનારા દુષ્પસહસૂરિ ક્ષાયિક સમ્યકન્વી છે. તેઓ દેવાયુ બાંધી મનુષ્ય થઈ મોક્ષે જશે. તેઓનું ક્ષાયિક સમ્યકે – આ જન્મનું નથી; કારણ કે પાંચમા આરામાં ઉત્પન્ન થયેલાને સાયિક જ થતું નથી. વળી પૂર્વ જન્મનું પણ નથી. કારણ કે જે દેવ કે નરકમાંથી આવ્યા હોય તે સાયિક ઉત્પન્ન થતું નથી. હાયિકસમ્યકત્વને ઉત્પાદક સંખ્યાતા વર્ષના આયુષવાળે, પ્રથમ સંઘયણી, જે કાળમાં તીર્થકરો થઈ શકતા હોય તે કાળમાં ઉત્પન્ન થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org