Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૨
કષ્ણાદિદ્રવ્યના સંઘ
ભાશુભ પરિણામ
છે કષાયની
છ ગુણસ્થાન સુધી જ હોય છે. મેગાન્તર્ગત કૃણાદિદ્રવ્યના સંબંધથી આત્માને જે શુભાશુભ પરિણામ તે વેશ્યા. કષાયો તેમાં સહચારી છે કષાયની જેમ જેમ તીવ્રતા તેમ તેમ વેશ્યાઓ અશુભ-અશુભતર, હોય છે અને કષાયોની જેમ જેમ મન્દતા થાય તેમ તેમ વેશ્યા વિશુદ્ધ–વિશુદ્ધતર થાય છે. જેમકે અનંતાનુબંધીના તીવ્રતમ ઉદય કૃષ્ણ લેગ્યા હોય અને મન્દ ઉદય શુકલેશ્યા હોય છે. કેટલીક જગ્યાએ દેવે અને નારકોને શરીરના વર્ણરૂપ લેશ્યાઓ માની છે. કેમકે તેમની લેગ્યાઓ અવસ્થિત હોય છે. સાતમી નરકે સમ્યક ત્વ પ્રાપ્તિ માનેલ છે. ત્યાં દ્રવ્ય કૃષ્ણલેશ્યાજ હોય છે. અને સમ્યક ત્વની પ્રાપ્તિ શુભ લેગ્યાએ જ થાય છે. તો કૃષ્ણ લેશ્યાએ વર્તવાવાળા જીવને સમ્યક ~ શી રીતે થાય ? માટે દ્રવ્ય લેણ્યા શરીરના વર્ણરૂપ અને ભાવ લેશ્યા ભિન્ન હોય એમ સમજાય છે. અને તેથી સાતમી. નારકીના નારકો સમ્યકત્વ પ્રાપ્તિ વખતે વિશુદ્ધ એવી ભાવ લેગ્યાએ હોય પણ દબથી તે પગ લેહ્યા છે. એટલે પ્રતિબિંબરૂપ તે લેશ્યા સરખી થાય. એ રીતે અભવ્યને પણ શુકલેશ્યા દ્રવ્યથી હોય. તાત્પર્ય એ છે કે દેવો અને નારકોને વેશ્યાઓ અવસ્થિત હોય છે. પણ તે શરીરના વર્ણરૂપ દ્રવ્ય લેયાઓ હોય છે. અને ભાવપરાવૃત્તિએ તે લેયાઓ તે તે લેયાઓ સરખી થાય છે.
મનુષ્ય અને તિર્યંચ દેવાયુબ ન બાંધ :
આ વસ્તુ કર્મગ્રંથકાર અને સિદ્ધાન્તકારને મતભેદ જણાવે છે કારણ કે કર્મગ્રંથકાર ચોથા ગુણરયાનકે સુરાયુને બંધ માને છે તે. પ્રાચીન બંધસ્વામિત્વની નીચેની ગાથા ઉપરથી જણાઈ આવે છે.
सुरनरआउसहिआ अविरयसम्माउ होंति नायव्वा ।। तित्थयरेण जुया तह, तेउलेसे पर वोच्छं ॥ ४२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org