Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પણ અનુભવ નથી, ક્ષાયોપથમિક, સમ્યક વમાં સમ્યક વાહનીયન પુદ્ગલો હોય છે માટે તેને વેદક પણ કહેવામાં આવે છે.
ક્ષાયિક સમ્યકત્વનું સ્વરૂપ તથા -
खीणे दंसणमोहे, तिविहंमि वि भवनियाणभूयंमि। निप्पच्चवायमउल, सम्मत्तं खाइयं होइ ॥१॥
સંસારના કારણભૂત ત્રણે પ્રકારના દર્શનમેહનીય ક્ષય થયે છતે વિન વિનાનું અનુપમેય ક્ષાયિક સમ્યક તત્વ પ્રાપ્ત થાય છે.
तमि य तइयचउत्थे, भवमि सिझति खड्य-सम्मत्ते। मुरनिरयजुयलिसु गई, इमं तु जिणकालियनराणां ॥२॥
તે ક્ષાયિક સમ્યક ત્વ પ્રાપ્ત થયે તે ત્રીજે કે જેથે ભવે મોક્ષમાં જાય છે. ત્રણ ભવ કરનાર સાયિક સમ્યક વી મરીને વૈમાનિક દેવતામાં કે ત્રીજી નરક સુધી જાય છે. અને ચાર ભવ કરનાર ક્ષાયિક સમ્યકવી અાંખ્યાતા વર્ષના આયુષવાળા મનુષ્ય–તિર્યંચમાં જાય છે. અને તે ક્ષાયિક સમ્યકત્વ જે કાળમાં તીર્થકરો થતા યા વિચરતા હોય તે કાળમાં ઉત્પન્ન થયેલાને થાય છે. જેમ આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવના વિહારથી જંબૂસ્વામીની કેવલોત્પત્તિ સુધીને કાળ ૨.
बद्धाउयाण एवं, सिझति उ तंभवे अबद्धाऊ । पट्ठवगो उ मणुस्सो निट्ठवगो चउसु वि गईसु ॥३॥
બધાયુષ્ક એ રીતે ત્રણ કે ચાર [કવચિત્ પાંચ પણ ભવ કરે છે. અને અબાયુ તેજ ભવે મોક્ષમાં જાય છે. ક્ષાયિક સમન્વની પ્રાપ્તિની શરૂઆત કરનાર સાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય જ હોય છે. અને પૂર્ણ કરનાર ચારે ગતિવાળા જીવ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org