Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
એ સંદેહ ટીકાકારે પણ વિવો નથી:-આ શંકાના સમાધાનમાં સમજવાનું કે યશસેમસૂરિકૃત બાલાવબોધમાં આ પ્રમાણે કહ્યું છે કે
–ાવવામાં આદિ પદ છે, તેનો અર્થ અનંતાનુબંધી આદિ ૨૪ એમ ન કરતાં આદિ શબ્દથી બીજી પાંચ પ્રકૃતિઓ લઈને (કારણ કે મનુષ્ય આયુ અને તિર્યગાયુ પૂર્વે ટાળ્યા છે) ૨૯ પ્રકૃતિઓ લેવી. આ પ્રમાણે અર્થ કરવાથી શંકા રહેશે નહીં, કારણ કે ૯૪માંથી ૨૬ પ્રકૃતિ ઓછી કરી બાકી રહેલ ૬૫માં જિનપંચક મેલવવાથી ૭૦ પ્રકૃતિઓ થાય છે. વળી ગાથામાં ૭૫ પ્રકૃતિએ લેવી એ કોઈ ઉલલેખ નથી.
દારિક મિશ્રાકાયયોગના સ્વામિ તિર્યંચ અને મનુષ્ય છે અને ચોથા ગુણસ્થાનકે તેને ૭૦ અને ૩૧ પ્રકૃતિનો બધ કહ્યો છે, તે. પણ દારિકમિશ્ર કાયયોગમાં ચોથે ગુણઠાણે ૩૧ પ્રકૃતિઓને બંધ માનવાને બદલે ૭૦ પ્રકૃતિનો બંધ એટલા માટે માન્યો છે કે આ યોગ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. અને અપર્યાપ્ત અવસ્થામાં તિર્યંચ અથવા મનુષ્ય દેવાયુનો બંધ કરતા નથી. માટે આયુષ્ય ગણવામાં આવે નહીં. આ પ્રમાણે ૭૦ ને બંધ સંભવે છે. પછી તે બહુશ્રુત. કહે તે પ્રમાણ.
ઔદારિકમિશની પેરે બંધ કહેવો.
ઓધે મૂલ બંધમાં ૧૨૦ માંથી આહારકષટક, તિર્યંચ આયુષ્ય. અને નરાયુષ એ આઠ બાદ કરતાં ૧૧૨. મિથ્યાવે જિનપંચક વિના. ૧૯૭, સૂક્ષ્માદિ ૧૩ બાદ કરતાં સાસ્વાદને ૯૪. તેમાંથી અનંતાનુબંધી આદિ ૨૪ ઓછી કરી જિનપંચક ઉમેરતાં સમ્યક વે ૭૫ બાંધે. ઉઝ8 જે ટબામાં શંકા કરેલી છે તેને અહીં અવકાશ નથી. કારણ કે કામણ કાયયોગ ચારે ગતિમાં હોય છે. એટલે દેવનારક એ પાંચ પ્રકૃતિએ બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org