Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૯૬ પ્રકૃતિને બંધ ચંદ્રસૂરિ વગેરે આચાર્યો માને છે. આ વિષયમાં સમજવાનું કે એકેન્દ્રિય જીવનું જઘન્ય આયુષ્ય પણ ૨૫૬ આવલિકાથી ઓછું હોતું નથી. આગામી ભવનું આયુષ્ય આ ભવના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગે બંધાય છે, એટલે આગામી ભવનું આયુષ્ય ૧૭૧ મી આવલિકાએ બંધાય, અને સાસ્વાદન સમકુવને કાળ છ આવલિકાએ પહેલાં પુરો થઈ જાય છે, સાસ્વાદન અવસ્થામાં પહેલી ત્રણ પર્યામિ પૂર્ણ થઈ જાય એ પ્રમાણે માની લેવામાં આવે તે પણ આયુષ્યબધનો સંભવ માની શકાય નહીં. વળી આગળ ઔદારિકમિશ્ર માણાએ ૯૪ પ્રકૃતિઓનો બન્ધ કહેલ છે એટલે ૯૪ ના બન્ધનો મત યુક્તિયુકત જણાય છે.
પ્રથમ મતે શરીરપર્યામિ પુરી થયા પછી પણ સાસ્વાદન રહે, અને તે વખતે આયુય બાંધે ત્યારે છનું પ્રકૃતિ બાંધે. આશય એવું જણાય છે કે છ આવલિકાએ અન્તર્મુહૂર્ત મધ્યમ થઈ જાય. એટલે શરીરપર્યાપ્તિ છ આવલિકાએ પૂર્ણ થાય ત્યાર પછી આયુધ્યને બંધ થાય એમ જણાય છે. પરંતુ ટબામાં આપેલી દલીલ પ્રમાણે ૯૪ વાળે મત યુતિયુક્ત જણાય છે, તત્વ કેવલિગમ્ય.
ગાથા ૧૪ કર્મવે–પંચેન્દ્રિય માર્ગણા અને ત્રસકાય માર્ગણામાં સામાન્ય રૂપે જ્યાં જેટલાં ગુણસ્થાનકોને સંભવ હોય ત્યાં તેટલાં ગુણસ્થાનોને આશ્રયી કર્મ સ્તવમાં કહેલ બન્ધાધિકાર પ્રમાણે બંધ જાણવો.
ગાથા ૧૪ ગતિત્રસર–તેઉકાય અને વાઉકાય એ બંને સ્થાવરનામકર્મના ઉદયથી લબ્ધિસ્થાવર છે તે પણ ગતિસાધર્મે કરીને તેને ગતિત્રસ કહ્યા છે તેઓ ઊંચું અને તીરછું ગમન કરે છે. ' “એક પાંચને બંધ” હેય–તેઉકાય અને વાયુકાયના જીવો. દેવ, મનુષ્ય અને નારકીમાં ઉત્પન્ન થાય નહી તેથી ત~ાયોગ્ય એ 4. ક. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org