Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૦૦
થોડા-થોડા
સુઅ-શ્રુતજ્ઞાની આહિ-અવધિજ્ઞાની
સમ–સરખા અસંખા–અસંખ્યાતગુણ અસંખ–અસંખ્યાતગુણા મઈ–મતિજ્ઞાની
વિર્ભાગ–વિર્ભાગજ્ઞાની અર્થ– માની, ક્રોધી, માચી અને લેભી એક-એકથી અધિક હોય છે. મન:પર્યવસાની થડા હોય; અવધિજ્ઞાની તેથી અસંખ્યાતગુણ હોય, મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની તેથી અધિક હોય અને માંહોમાંહે સરખા હોય; વિર્ભાગજ્ઞાની તેથી અસંખ્યાતગુણ હોય છે
વિવેચન-હવે કષાયદ્વારે અલ્પબદુત્વ કહે છે – ૧ સવથી થડા માનકષાયી. ર તે થકી કોધી વિશેષાધિક; માન થકી ક્રોધ પરિણામને કાળ અધિક છે માટે. ૩ તે થકી માયાવંત વિશેષાધિકઃ બહુકાળ રહે તે માટે ૪ તે થકી
ભકષાયી વિશેષાધિક; પ્રાયઃ સર્વને સદાય લોભ પરિણામ હોય છે માટે.
હવે જ્ઞાનદ્વારે અલ્પબહત્વ કહે છે –
૧ મન:પર્યવજ્ઞાની સર્વ થકી થોડા; લબ્ધિવંત કેઈક સંયતને જ એ જ્ઞાન હોય તે માટે. ર તે થકી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા, સમ્યગદષ્ટિ દેવતા-નારીને પણ હોય તે માટે. ૩–૫ તે થકી મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની વિશેષાધિક છે, તિયચ–મનુષ્ય માંહે અવધિ વિના સમ્યગદષ્ટિ છે તે પણ
૧ દેવતાને લોભ વધારે હોય, નારકીને ક્રોધ વધારે હોય, મનુષ્યને માન વધારે હોય અને તિર્યંચને માયા વધારે હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org