________________
હવે શું કરવું ?
બંને મિત્રોએ સમાધાન કર્યું કે આ રકમ સુકૃત્યમાં વાપરવી. દસ લાખ સહાયક મિત્રના અને ભવિષ્યમાં તેટલી રકમ ઉમેરવાના ભાવ કરીને શેઠે આ રકમ દ્વારા સંકટગ્રસ્ત માનવોને સહાય કરવાનું ટ્રસ્ટ કર્યું. સાધર્મિકની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સારાંશ - સ્વામીવાત્સલ્ય :
જૈન દર્શનમાં સ્વધર્મબંધુની ભક્તિ, આદરની પ્રણાલી વિશિષ્ટ છે. તેનો વિશાળતાથી વિચાર કરીએ તો તે કેવળ જૈન ધર્મના સંપ્રદાય સુધી સીમિત નથી. જીવમાત્ર પ્રત્યે આદર કરો. સર્વ જીવમાં પરમાત્માએ જીવત્વ – ચૈતન્યત્વ – જ્ઞાનસ્વરૂપ જોયું છે. પરંતુ આપણા જીવનની મર્યાદામાં સાધર્મિક વાત્સલ્ય એ માનવપ્રેમની નિષ્ઠા માટેનો નિમિત્ત પ્રસંગ છે. આથી જે સહ્માગી સાધર્મિક વાત્સલ્ય કરે છે તે ભોજન સમયે સૌની પ્રેમપૂર્વક ભક્તિ કરે છે પરંતુ એ અત્યંત મર્યાદિત બની જાય છે.
મંદિરમાં ભગવાનની સ્થાપના મંદિર પૂરતી મર્યાદિત બને છે, ત્યારે ભક્તિ પણ મંદિરમાં જ સમાઈ જાય છે પણ આપણા વ્યવહાર સુધી વિસ્તરીને વ્યવહારને શુદ્ધ બનાવી શકતી નથી. વ્યાપાર સુધી વિસ્તરીને નીતિમત્તા સુધી પહોંચતી નથી. અને માનવીય સંબંધો સુધી વિસ્તરીને આપણા જીવનને ઉદાત્ત બનાવતી નથી.
તીર્થકરોએ સેવેલી સર્વ જીવોના સુખની ભાવના આપણામાં એક અંશરૂપે પ્રગટ થવા માટે આવાં અનુષ્ઠાનો છે. તેને આપણે પ્રસંગ ઊજવી તેમાં મર્યાદિત કરી લઈએ છીએ. અને માનવી માનવ પ્રત્યેના માનવધર્મથી વિમુખ બને છે. છતાં જગતમાં આ કાળે જગડુશા જેવા સજ્જનોએ શાસનની એ ભાવનાને જલતી રાખી છે.
આજે પણ એવા મહાનુભાવોએ આવાં કાર્યોને જીવંત રાખ્યાં છે. તેઓ કદાચ આવી ઉત્સવ-પ્રણાલીને પ્રાધાન્ય નહિ આપતા હોય, પરંતુ તેમનાં કાર્યો હંમેશાં તેમને આપણી વચ્ચે ચિરસ્મરણીય બનાવે છે.
જેના દરબારમાં રાય-રંક, મિત્ર-શત્રુ, ઊંચ-નીચ, વૈશ્ય-શૂદ્રના ભેદ ન હોય તેવા જિનશાસનમાં સાધર્મિકની વ્યાખ્યા અમુક જ વ્યક્તિ સુધી સીમિત ન હોય. જેના શાસનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org