________________
૨૧૨ Rા સંભળાવ્યું. જે લલિતાંગ દેવ અને સ્વયંપ્રભા દેવીનું વર્ણન અગાઉ પ્રભુના પૂર્વભવોમાં તે જણાવ્યું છે. પારણું કરીને પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. શ્રેયાંસે પારણાના પવિત્ર છે
સ્થાનની રક્ષા માટે ભક્તિથી યુક્ત ત્યાં રત્નમય પીઠિકા બનાવી. ત્યાં બંને સમયે તે તે પ્રભુની ભક્તિ કરતો હતો. કે પ્રભુનું પારણું વૈશાખ સુદ ત્રીજને દિવસે થયું હોવાથી તે દિવસ “અક્ષયતૃતીયા , તે કહેવાયો. કે પ્રભુએ પરમપદને પ્રાપ્ત કર્યું પ્રથમ ધર્મચક્રવર્તી
આ પ્રમાણે ગ્રામનુગ્રામ વિચરતા ભગવાનને એક હજાર વર્ષ છઘસ્થ અવસ્થામાં જ પસાર થયાં હતાં. જ્ઞાનદર્શનાદિ અસાધારણ ગુણો વડે યુક્ત પોતાના આત્માને ભાવતાં ,
ચાર જ્ઞાન સહિત પ્રભુને માહ વદ અગિયારસને દિવસે પુરિમતાલ નામના નગરની
બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વટવૃક્ષની નીચે જળરહિત અઠ્ઠમ તપની આરાધનાના આ યોગમાં શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અર્થાત્ પ્રભુ પરમપદને પામ્યા. જ પૂથ્વી પર પ્રભુ લોકાલોકપ્રકાશક જ્ઞાનને પામ્યા તે જ સમયે ઇંદ્રાસન કંપાયમાન
થતાં ઇંદ્ર અવધિજ્ઞાનથી તે વાત જાણી અને શીઘતાએ આવીને સમવસરણની રચના જ કરી. ત્યાર પછી પ્રભુએ ચતુર્વિધ સંઘની રચના કરી. છે ભરતની ભક્તિા કે પ્રભુ કેવળજ્ઞાન પામ્યા છે તે સમાચાર એક અનુચરે ભરત મહારાજાને આપ્યા. તે એ જ વખતે આયુધશાળાના અનુચરે ખબર આપ્યા કે મહારાજ ! આયુધશાળામાં ચક્રરત્ન ન ઉત્પન્ન થયું છે, પૂજા કરવા પધારો. પ્રથમ ધર્મચક્રી પધાર્યાના સમાચાર હતા, બીજા આ સમાચાર છખંડની પૃથ્વી જિતાય તેવા ચક્રરત્નના હતા. ભરત રાજા વિચક્ષણ હતા. છે તેમણે વિચાર કર્યો કે ચક્રરત્ન તો આ જન્મ પૂરતું સહાયક છે, તેના વડે જે સુખ મળશે છે. તે ક્ષણિક છે. અને ધર્મચક્રીનું પધારવું તો મારા પરમાર્થ કલ્યાણ માટે છે. માટે પ્રથમ આ બહુમાન અને પૂજા મારે તો ભગવાનની જ કરવાની હોય. ચક્રરત્નને રોકાવું હોય તો કે છે રોકાય, મારે તો ધર્મચક્રીની પૂજામાં બધાં ચક્રોનો સમાવેશ થઈ જાય છે, એમ વિચારી છે. તેઓ પ્રભુવંદન માટે નીકળ્યા.
M
ain Education International
For Private & Personal Use Only