________________
૨૨૮ ૨ અંતિમ તીર્થંકરના સાધુઓ પ્રાજ્ઞ ન હોવાથી તેઓ પાંચ મહાવ્રત સ્વીકારે છે. તથા છે તેઓને રાત્રિભોજન ત્યાગ મૂળગુણમાં છે, અને અન્યને ઉત્તરગુણમાં છે.
૭. જ્યેષ્ઠ કલ્પઃ વૃદ્ધ તથા લઘુનો વ્યવહાર. કે પ્રથમ અને અંતિમ તીર્થંકરના સાધુઓને વડી દીક્ષાના દિવસથી વૃદ્ધ લઘુપણું
ગણાય છે. અને બાકીના સમયના સાધુઓને અતિચાર વગરનું ચારિત્ર હોવાથી તે દિક્ષાના દિવસથી હોય છે. છતાં તેમાં સમયોચિત વિનયવ્યવહાર હોય છે. = ૮. પ્રતિક્રમણ કલ્પ : દોષોની આલોચના.
પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓને અતિચાર લાગે કે ન લાગે તો પણ પ્રતિક્રમણ કરવું જ જોઈએ અને તે પણ પાંચ પ્રતિક્રમણ કરવાનાં હોય.
, વચ્ચેના બાવીસ તીર્થંકરોના સમયમાં અતિચાર લાગે ત્યારે રાઈ અને દેવસી બે જ - પ્રતિક્રમણ કરવાનાં હતાં.
૯. માસ કલ્પઃ નિવાસની સમયમર્યાદા. આ બાવીસ તીર્થકરોના સાધુઓને લાભ જણાય તો દીર્ઘકાળ સુધી એક જ સ્થાને રહી છે = શકે. પરંતુ પ્રથમ અને અંતિમ તીર્થંકરના સાધુઓ એક જગાએ એક માસથી વધુ રહી 3. ન શકે. માત્ર ચોમાસામાં ચાર માસ સુધી રહી શકે. સ્થળાંતર કરવાથી દેશવિદેશનું જે જ્ઞાન મળે, તથા જનસમુદાયમાં લઘુતા થાય અને લોકકલ્યાણનું કાર્ય થાય. જો શારીરિક અશક્તિથી રહેવું પડે તો નજીકમાં પણ સ્થળાંતર કે સંથારાની ભૂમિને બદલી નાંખે. આ
૧૦. પર્યુષણ કલ્પઃ પરિ – સમસ્તપણે, ઉષ્ણ - રહેવું. અથવા વાર્ષિક પર્વ તેના બે પ્રકાર છે.
જઘન્ય – સાંવત્સરિક પ્રતિક્રમણથી માંડી કાર્તિક ચાતુર્માસના પ્રતિક્રમણ સુધી આ જે સિત્તેર દિવસ સુધી. માં ઉત્કૃષ્ટ – અષાઢ ચોમાસી પ્રતિક્રમણથી માંડીને કારતક ચોમાસી પ્રતિક્રમણ સુધી
ચાર માસનો છે. આ બંને પ્રકારના નિરાલંબન પર્યુષણા કલ્પ સ્થવિર કલ્પીઓ માટે એક છે છે. બાકી જિનકલ્પીઓને તો એક નિરાલંબન ચાતુર્માસિક જ કલ્પ હોય છે. કોઈ . કારણને લીધે સાલંબન હોય છે. તે તીર્થકરોના સમયના અંતરથી સમજી લેવું.
Main Education International
For Private & Personal Use Only