Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 267
________________ ૨૨૬ પરિશિષ્ટ ૧ કલ્પસૂત્ર [સુખબોધિકાને આધારે સંક્ષિપ્ત સાર ] પૂર્વકાળે મુનિવરો નવકલ્પ વિહાર કરતા, ત્યારે અનુક્રમે જે સ્થાનમાં ચાતુર્માસ છે રહેવાનું થાય ત્યાં ભાદરવા સુદ પંચમીને દિવસે સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યા પછી એક યોગ્ય સાધુ સૂત્રપાઠ ઊભા ઊભા બોલતા અને સર્વ સાધુ સાંભળતા. સાં સાંપ્રતકાળે પરંપરાથી ગુરુના આદેશ પ્રમાણે સાધુઓ ચાતુર્માસ એક સ્થળે સ્થિર Sી રહે છે. ત્યાં સાધુજનો કલ્યાણ નિમિત્તે પાંચ દિવસનાં નવ વ્યાખ્યાનોમાં કલ્પસૂત્ર વાંચી છે. સંભળાવે છે. કલા એટલે શું? કલ્પ એટલે આચાર કલ્પસૂત્રમાં મુખ્યત્વે સાધુઓના આચારનું વિવેચન છે, તે આચારના દશ ભેદ છે. ૧. આચેલ્ય : ચેલ - વસ્ત્ર, અચલક - વસ્ત્રરહિત. અચેલકપણું તીર્થકરોને આશારીને રહેલું છે. તેમાં પ્રથમ તીર્થકર આદિનાથ અને અંતિમ ભગવાન મહાવીરને શક્રેન્દ્ર અર્પણ કરેલાં “દેવદુષ્ય વસ્ત્રનો અપગમ થવાથી આ ૨. હંમેશાં અચેલક હતા. કથંચિત્ સર્વ તીર્થકરો અચેલક જ રહ્યા હતા. વચ્ચેના બાવીસ છે તીર્થકરોના સાધુઓને વિષે અચેલક કલ્પ અનિયતપણે રહેલો છે. જોકે આ કથનમાં પર ક્યાંય ભેદ જોવામાં આવે છે. છે. ૨. ઓશિક કલ્પઃ અર્થાત્ આધાકર્મ કલ્પ. પ્રથમ અને અંતિમ તીર્થકરોના તીર્થના સાધુઓને એક સાધુને કે ઉપાશ્રયને તે ઉદ્દેશીને અશન - રાંધેલો આહાર, પાન - પ્રવાહી પદાર્થ, ખાદિમ – લીલાં-સૂકાં કે ફળફળાદિ, સ્વાદિમ - મુખવાસ, વસ્ત્ર, પાત્ર આદિ વસ્તુઓ કરી હોય તો તે સાધુઓને ! શો કે કોઈ એક સાધુને કામ ન આવે. વચ્ચેના બાવીસ તીર્થકરોના શિષ્યો સરલ અને પ્રાજ્ઞ in Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282