________________
૨૩૨ આ દસ વસ્તુ વિચ્છેદ પામી : ૧. મન:પર્યવજ્ઞાન, ૨. પરમાવધિજ્ઞાન, ૩. પુલાક લબ્ધિ છે. જેના વડે ચક્રવર્તીના સૈન્યનો પણ નાશ થઈ શકે, ૪. આહારક શરીર લબ્ધિ, ૫. ક્ષપક આ શ્રેણી, ૫. ઉપશમ શ્રેણી, ૭. જિનકલ્પ, ૮. પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપાય, વણાખ્યાત ચારિત્ર, ૯. કેવળજ્ઞાન, ૧૦. મોક્ષમાર્ગ.
આ દશ વસ્તુના વિચ્છેદ જવાથી પંચમ કાળના માનવીઓ આ ભરતક્ષેત્રે પૂર્ણ મોક્ષ પ્રાપ્ત કરી શકશે નહિ. તેથી આ કાળને દુષમ કાળ કહેવામાં આવે છે. એ કવિ કહે કે મોક્ષરૂપી સતી લક્ષ્મીએ જંબુસ્વામી પછી ભરતક્ષેત્રે કોઈ પતિ પસંદ
એ કર્યો નહિ.
આ જંબુસ્વામીના નિર્વાણ પછી કેવળીનો દુષ્કાળ થયો તેની છાયારૂપે શ્રુતકેવળીપણું જ રહ્યું, તેમાં શ્રી ભદ્રબાહુ ચૌદપૂર્વધર શ્રુતકેવળી થઈ ગયા. ત્યાર પછી સ્થૂલિભદ્ર
દશપૂર્વધર થયા. જિનકલ્પનો આચાર વિચ્છેદ પામતો ગયો અને સ્થવિરકલ્પની પરંપરા 6. ચાલુ થઈ તે પાંચમા આરાના અંત સુધી જળવાશે.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ઘણા ફાંટાઓ થઈ ગયા. છતાં ગુરુપરંપરાની એ જ્યોત જગતના જીવોને માર્ગ ચીંધતી રહેશે. તે દ્વારા જીવો પોતાનું શ્રેય સાધી લેશે.
શય્યભવ ભટ્ટ આર્યજંબુને કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્યપ્રભવ શિષ્ય થયા. તેમને આર્ય શથંભવ નામે શિષ્ય થયા. આર્યપ્રભવને પોતાના ગણમાં કોઈ યોગ્ય શિષ્ય ન હોવાથી રાજગૃહમાં યજ્ઞ કરતા શäભવ ભટ્ટ તેમના ધ્યાનમાં આવ્યા. કોઈ બે સાધુ દ્વારા તેને
પ્રતિબોધ આપ્યો. આથી શäભવ દીક્ષા ગ્રહણ કરી, તેમને પોતાની પરંપરામાં સ્થાપી છે તેઓ સ્વર્ગે ગયા.
શથંભવે જ્યારે દીક્ષા ગ્રહણ કરી ત્યારે તેમની પત્ની સગર્ભા હતી. તેણે પુત્રને જન્મ આપ્યો. તેના કલ્યાણ અર્થે શયંભવે દશવૈકાલિક સૂત્રની રચના કરી. તેમના - શિષ્ય યશોભદ્રસૂરિ હતા. તેમની પાટે ભદ્રબાહુ અને સંભૂતિવિજય નામના બે શિષ્યો : હતા.
-
-
-
-
-
-
-
-
mee in Education International
For Private & Personalise Ons