Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 274
________________ ૨૩૩ શ્રી ભદ્રબાહુસ્વામી પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર અને ભદ્રબાહુ નામના બે બ્રાહ્મણોએ દીક્ષા લીધી. જ ભદ્રબાહુને આચાર્યપદ મળવાથી વરાહમિહિરને ઘણો ક્રોધ ચડ્યો. તેથી તે બ્રાહ્મણવેશ ધારણ કરી નિમિત્તશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી વારાહી સંહિતા બનાવી લોકોનાં નિમિત્ત છે એ જોવાનું કામ કરી પોતાનો નિર્વાહ કરવા લાગ્યો. છે એક વાર રાજાને ત્યાં કુમારનો જન્મ થયો. વરાહે કહ્યું કે તેનું આયુષ્ય સો વર્ષનું છે. ભદ્રબાહુ તો મુનિ હતા. તેમને રાજસભામાં આવા કાર્ય માટે જવાનું કંઈ પ્રયોજન ન હતું. પણ રાજસભામાં તેને માટે નિંદા થવા લાગી. આથી ભદ્રબાહુએ કહ્યું કે, “આ એ કુમારનું આયુષ્ય સાત દિવસનું છે અને બિલાડીથી થશે. હવે આ પ્રસંગને આનંદનો છે કે કેવી રીતે માનવો? અને રાજસભામાં જવાનું પ્રયોજન શું છે?” આ સમાચાર સાંભળી રાજાએ શહેરમાંથી બધાં જ બિલાડી-બિલાડાને કઢાવી છે જ મૂકયાં. છતાં કાળ કંઈ સમય ચૂક્યો નહિ, બાળક જે પારણામાં સૂતો હતો તેની છત પશિ) તે પરથી લાકડાનો બિલાડીના આકારવાળો ભાગ તૂટી પડ્યો અને બાળક મૃત્યુ પામ્યો. છે ભદ્રબાહુસ્વામીએ રાજસભામાં ગયા વગર જ ભવિષ્ય જોયું હતું. આ પ્રસંગથી વરાહનું ( જ્ઞાન ખોટું કર્યું. આથી વરાહ ઘણો દુઃખી થઈ ક્રોધાવેશમાં મૃત્યુ પામી વ્યંતર થયો, છે અને નગરમાં ત્રાસ આપવા લાગ્યો. જનકલ્યાણને લક્ષમાં રાખી ભદ્રબાહુસ્વામીએ સ ઉપસર્ગહરસ્તોત્રની રચના કરી, તે ઉપદ્રવને દૂર કર્યો (જે ઉવસગ્ગહર સ્તોત્ર છે). સ્થૂલભદ્ર મુનિ છે. આર્યસંભૂતિવિજયના શિષ્ય આર્ય સ્થૂલભદ્ર હતા. તેઓ પાટલિપુત્રના શકટાલી ( મંત્રીના જ્યેષ્ઠ પુત્ર હતા. જન્મથી આમ તો ઉદાસીન હતા પણ યોગાનુયોગ કોશાક જે નામની રૂપવતી ગણિકાના પરિચયમાં આવ્યા અને બાર વર્ષ ત્યાં જ રહ્યા. રાજ્યના જ કે પ્રપંચથી ફસાઈને શકટાલ મંત્રી પોતાના જ પુત્ર શ્રીયકના હાથે મૃત્યુ પામ્યા. આથી ( તેમને મંત્રીપદે રહેવા રાજાએ આમંત્રણ આપ્યું. પિતાના મૃત્યુનો પ્રપંચ જાણી સ્થૂલભદ્ર

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282