Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
View full book text
________________
૨૩૪ છે વૈરાગ્ય પામ્યા અને દીક્ષા ગ્રહણ કરી. વ્રતાદિનું પાલન કરીને ઘણી ઉચ્ચ ભૂમિકાને છે પામ્યા. એક વાર ગુરઆજ્ઞા લઈ કોશાને ત્યાં ચોમાસું રહ્યા. જ્યાં બાર વર્ષ કેવળ ભોગ
ભોગવ્યા હતા તે જ સ્થાને સ્થૂલભદ્ર પૂર્ણપણે સાધુચર્યા પાળી. અને કોશાને પણ બોધ પમાડી સાચે રાહે મૂકી દીધી. તેમની આવી વ્રતપાલનનિષ્ઠાથી સંતોષ પામી ગુરુજીએ ? છે તેમના કાર્યને ‘અતિ દુષ્કર'ની ઉપમા આપી. 1. કવિઓ કહે છે કે – 1 પર્વતમાં, ગુફામાં કે નિર્જન વનમાં વાસ કરનારા અને ઇંદ્રિયોને સંયમમાં રાખનારા જ છે હજારો મુનિઓ થઈ ગયા પણ અતિ મનોહર યુવતી અને બીજાં ભોગનાં સાધનની છે . વચ્ચે વસવા છતાં જેઓ ઇંદ્રિયોને વશ રાખી શક્યા તેવા સ્થૂલભદ્ર એક જ છે. 8 %િ અહો ! અગ્નિમાં પ્રવેશ કર્યો છતાં આંચ આવવા ન દીધી. તરવારની ધાર પર છે - નાચવા છતાં છેદ લાગવા ન દીધો. કાજળની કોટડીમાં રહેવા છતાં ડાઘ લાગવા ન જ દીધો તેવા સ્થૂલભદ્રને વંદન હો.
એક વાર બાર વર્ષના દુષ્કાળ પછી શ્રી ભદ્રબાહુ સ્વામી દષ્ટિવાદની હંમેશાં સાત ! હ વાચના આપતા હતા. છતાં સ્થૂલભદ્ર સિવાય સર્વ સાધુઓ ત્યાંથી વિહાર કરી ગયા. હું તેઓ દશપૂર્વ કંઈ ન્યૂન ભણ્યા હતા. તેમાંથી તેમને કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એક વાર તેમની બહેનો તેમને વંદન કરવા આવી ત્યારે તેમણે કુતૂહલવશ સિંહનું રૂપ છે ધારણ કર્યું. આ વાત ભદ્રબાહુસ્વામીએ જાણી ત્યારે તેમને ખેદ થયો અને તેમણે . સ્થૂલભદ્રને આગળની વાચના માટે અયોગ્ય ઠરાવ્યા. છે. છતાં સંઘના અતિ આગ્રહથી સ્થૂલભદ્ર અન્યને વાચના ન આપે તેવી શરત સહિત % બાકીના ચાર પૂર્વની કેવળ સૂત્ર વાચના આપી. આમ પડતા કાળને જાણે દર્શાવતા હોય છે તેમ જ્ઞાન પર પણ આવરણો આવી પડ્યાં. ૩ શ્રી જંબુસ્વામી કેવળી થયા પછી પ્રભવ, શäભવ, યશોભદ્ર, સંભૂતિવિજય, હ ભદ્રબાહુ તથા સ્થૂલભદ્ર છ શ્રુતકેવળી થયા.
1725 15 Amazing PHOTO
Elle

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282