________________
૨૩૧ પરિશિષ્ટ ૨
સ્થવિરાવલી
[ ભગવાન મહાવીર પછીની પરંપરા ] ભગવાન મહાવીરના અગિયાર ગણધર હતા. જેમની વિગત ગણધરવાદમાં આપી છે છે. દરેક ગણધરનું જ્ઞાન અદ્ભુત હતું. આચારાંગથી માંડીને દૃષ્ટિવાદ પર્યત બારે અંગનું છે. જ્ઞાન તેઓ ધરાવતા હતા. તેઓ જ તેના રચનાર હતા. આ સર્વ ગણધરો રાજગૃહ ઈ નગરમાં મોક્ષ પામ્યા હતા. તેમાં નવ ગણધરો ભગવાનની ઉપસ્થિતિમાં જ નિર્વાણ
પામ્યા હતા. ગૌતમ ગણધર કેવળજ્ઞાન પામ્યા હતા. પરંતુ પાંચમા ગણધર સુધર્માસ્વામી કે પાસે ગણની જવાબદારી હતી. તેઓ મોક્ષે ગયા પછી તેમની પાટે જંબુસ્વામી આવ્યા.
શ્રી જંબુસ્વામી તે સુધર્માસ્વામીના શિષ્ય હતા. તેમનો જન્મ રાજગૃહમાં થયો હતો. તેમના પિતાનું = નામ ઋષભ અને માતાનું નામ ધારિણી હતું. તેઓ શીલવાન હતા. માતાપિતાની - આજ્ઞાવશ તેઓ આઠ કન્યાઓ સાથે પરણ્યા હતા. પરંતુ અંતરથી વૈરાગી જંબુકુમાર તો છેપ્રથમ રાત્રિએ સુખભોગમાં ન રાચતાં, આઠ પત્નીઓને ધર્મબોધ આપી રહ્યા હતા. $ છે. યોગાનુયોગ ચારસો નવ્વાણું ચોરનો અધિપતિ પ્રભવ લૂંટ કરવા આવ્યો હતો. પરંતુ છે. તેણે જોયું કે આઠ પત્નીઓ, અઢળક સંપત્તિ, દાસદાસીઓથી પરિવરેલા આ જંબુકુમાર = કેવા વિરક્ત છે ! તેમાં વળી ધર્મઉપદેશનું શ્રવણ થતાં તે પ્રતિબોધ પામ્યો. આ નગરજનોના આશ્ચર્ય વચ્ચે નવવિવાહિત આઠ પત્નીઓ, સૌનાં માતાપિતા અને પાંચસો ચોર સહિત આર્ય જંબુકુમારે પ્રવજ્યા ગ્રહણ કરી અને અનુક્રમે કેવળજ્ઞાન પામ્યા.
દશ વસ્તુઓનો વિચ્છેદ ભગવાન મહાવીરના નિર્વાણ પછી બાર વર્ષે ગૌતમસ્વામી, વીસ વર્ષે સુધર્માસ્વામી, અને ચોસઠ વર્ષે જંબુસ્વામી નિર્વાણ પામ્યા. ત્યાર પછી પડતા કાળની નિશાની રૂપે છે
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org