________________
૨૨૯ જ આ દસે કલ્પો બાવીસ તીર્થંકરના સાધુઓને નિયત અનિયત હોય છે. અને પ્રથમ Oી તથા અંતિમ તીર્થંકરના વખતમાં નિયત હોય છે.
આવા આચારભેદનું મુખ્ય કારણ જીવની યોગ્યતા અનુસાર છે. શ્રી ઋષભદેવના જ સમયમાં જીવો સરળસ્વભાવી પણ જડ હતા. તેથી બોધ સહેલાઈથી ગ્રહણ કરતા નહિ.
અંતિમ તીર્થકરના સાધુઓ વક્ર અને જડ હતા. ધર્મનો બોધ અને ધર્મનું પાલન બંને દુષ્કર હતા અને છે. તે સિવાયના બાવીસ તીર્થંકરના સાધુઓ ધર્મનો બોધ અને પાલન જ સરળતાથી કરતા. તેનાં દૃષ્ટાંત અગાઉ આપવામાં આવ્યાં છે.
નિર્દોષ દશકલ્પની ઉપકારકતા દૃષ્ટાંત : એક રાજાને પોતાના પુત્ર પ્રત્યે ઘણી જ મમતા હતી. તેણે તે રાજકુમારના આરોગ્ય માટે દેશવિદેશથી ત્રણ નિષ્ણાત વેદ્યો બોલાવ્યા અને દરેકના ઔષધની જાણકારી માગી.
પ્રથમ વૈદ્ય – મારું ઔષધ એવા પ્રભાવવાળું છે કે શરીરમાં જો રોગ હોય તો જ મટી જાય. પણ જો કોઈ પ્રકારનો રોગ ન હોય તો નવા રોગો પેદા થાય.
રાજા – તમારું ઔષધ તો સૂતેલા સર્પને છંછેડવા જેવું છે. તે ભલે તમારી પાસે જે હોય. છે. બીજા વૈદ્ય – મારું ઔષધ એવું ખૂબીવાળું છે કે રોગ હોય તો તેને જડમૂડથી દૂર જ છે કરે પણ રોગ ન હોય તો તેનાથી કંઈ લાભહાનિ ન થાય. 9. રાજા – તમારાં ઓષધો પણ નિરર્થક છે. મને તેની જરૂર નથી. છે ત્રીજા વૈદ્ય – મારાં ઔષધ એવા પ્રકારનાં છે કે તેના સેવનથી શરીરના તમામ છે રોગો મટી જાય. અને શરીર નીરોગી હોય તો પણ શરીરની શક્તિ, પુષ્ટિ અને કાન્તિ આ વધે છે, જેથી શરીરમાં ભવિષ્યમાં પણ રોગ ન થાય. આ ઔષધના આવા અપૂર્વ ગુણ જાણી રાજાએ તેનો સ્વીકાર કર્યો. છે. આ પ્રમાણે આ દશ કલ્પના સેવનથી દોષ હોય તો નીકળી જાય અને નવા દોષો પર
આવે નહિ, વળી આત્મશક્તિ વધે. આવા નિર્દોષ આચારને દર્શાવતું કલ્પસૂત્ર કલ્પવૃક્ષ છે
M
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org