________________
૨૨૫
ભક્તિથી મુક્તિ (રાગ-અપૂર્વ અવસર એવો ક્યારે આવશે) શાસન સ્વામી સંત સનેહી સાહીબા, અલવેસર વિભુ આતમના આધાર જો. આથડતો અહીં મૂકી મુજને એકલો, માલિક કાયમ જઈ બેઠ મોક્ષ મોઝાર જો. વિથંભર વિમલાતમ વહાલા વીરજી...૧ મનમોહન તમે જાણ્યું કે કેવળ માંગશે, લાગશે અથવા કેડે એ જેમ બાળ જો. વલ્લભ તેથી ટાળ્યો મુજને એકલો, ભલું કર્યું એ ત્રિભુવનજન પ્રતિપાલજો.....વિધ્વંભર ર અહો હવે મેં જાણ્ય શ્રી અરિહંતજી, નિઃસ્નેહી વિતરાગ હોય નિરાધાર જો. મોટો છે અપરાધ ઈહા પ્રભુ માહરો, શ્રુત ઉપયોગ મેં કીધો નહિ તે વાર જો....વિધ્વંભર ૩ સ્નેહ થકી સર્યું ધિક એક પાક્ષિક સ્નેહને, એક જ છું મુજ કોઈ નથી આધાર જો. સૂરિ માણેક એમ ગૌતમ સમતાભાવમાં, વરિયા કેવળજ્ઞાન અનંત અપાર જો....વિધ્વંભર ૪
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org