________________
૨૨૩
ફાડા ના ડાક).
હાથી, ઘોડા, રથ, સુભટ, નાટકિયા, ગંધર્વ, સેનાધિપતિઓ, આત્મરક્ષક દેવો વગેરે હજારો દેવોથી વિંટળાયેલો તે સૌનું રક્ષણ કરે છે, તે સૌનો અગ્રેસર છે.
પોતે નિયુક્ત કરેલા દેવો દ્વારા અદ્ભુત આજ્ઞા કરાવતો હોય છે. વાજિંત્ર સહિત નાટકો, હજારો અપ્સરાઓ અને અન્ય અપાર ઐશ્વર્ય તે ભોગવતો હોય છે. આવા ઇન્દ્રની ભક્તિ કેવી અદ્ભુત હોય છે ? પોતે પ્રભુના સેવકપણે હાજર થાય છે. છતાં કે પ્રભુ તો નીરોગીપણે વિચરે છે અને પોતાના જ સામર્થ્ય વડે કર્મોનો નાશ કરી, પોતાના અપાર પુરુષાર્થ દ્વારા પૂર્ણજ્ઞાનને - કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. જૈન દર્શનમાં કાળચક્રનું રહસ્ય અને પ્રમાણ
કાળચક્ર ઃ વિસ ક્રોડાકોડ સાગરોપમ પરિમિત સમય. કાળચક્રના બે પ્રકાર : અવસર્પિણી-ઉત્સર્પિણી.
અવસર્પિણી : દસ ક્રોડાકોડ પરિમિત ઊતરતો કાળ અર્થાત્ સમસ્ત પદાર્થોના ગુણ, વર્ણાદિની ક્રમશઃ હાનિ થતી જાય.
ઉત્સર્પિણી : દસ ક્રોડાકોડ સાગરોપમ પરિમિત કાળ – જેમાં સમસ્ત પદાર્થોના ગુણ, વર્ણાદિની વૃદ્ધિ થાય. ીિ એક કાળચક્ર : અવસર્પિણી કાળના છ આરા, ઉત્સર્પિણી કાળના છ આરા. કુલ
બાર આરા. આ અવસર્પિણી કાળના આરા ઃ ૧. સુષમ-સુષમ. ૨. સુષમ. ૩. સુષમ-દુષમ
૪. દુષમ-સુષમ. ૫. દુષમ. ૬. દુષમ-દુષમ. ૧. સુષમ-સુષમ : ચાર ક્રોડાકોડ સાગરોપમ પ્રમાણિત છે. તે આરાનો માનવ અત્યંત
સુખી અને સંતુષ્ટ હોય છે. ફક્ત કલ્પવૃક્ષો જ તેમના મનોરથો પૂરા કરે છે. શરીરમાં
સુંદર, સ્વસ્થ, લાંબાપહોળાં અને આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે. ડ ૨. સુષમ : ત્રણ ક્રોડાક્રોડ સાગરોપમ પ્રમાણ છે. પ્રથમ આરાની જેમ કલ્પવૃક્ષોથી આ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. પણ પ્રથમની અપેક્ષાએ હાનિ થતી જાય છે. શરીર આદિ
કંઈક હીન પુષ્યવાળાં અને આયુષ્ય બે પલ્યોપમનું હોય છે. ' ૩. સુષમ-દુષમ : બે ક્રોડાક્રોડ સાગરોપમ પ્રમાણ છે. બીજા કરતાં સુખનું પ્રમાણ
rain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org જst text-atm-જતા તમારા સારા લાગતા પાત્ર