Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 259
________________ B8% હવે ભરતજીનો વારો ઋષભદેવ ભગવાનનો સંસારી પરિવાર પણ કેવો પુણ્યવંતો હતો ! પિતાને માર્ગે શું ચાલીને સૌ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને શોધી લેતા હતા. નવ્વાણું ભાઈઓને પોતે કષ્ટ = આપ્યું છે તેવા ભાનથી ભરતજી બેચેન હતા. રાજ્યનું વાત્સલ્યભાવે પાલન કરતાં સમય કે ર્ડ પસાર થતો હતો. ઋષભદેવ પ્રભુ નિર્વાણ પામ્યા હતા. આથી ભારત રાજા બહુ ખેદ-ખિન્ન હતા. રાજનૈતિક અને સાંસ્કૃતિક એકતા માટે તેમણે ભાઈઓ સાથે યુદ્ધ ખેડ્યું, છ ખંડના ૩ અધિપતિ બન્યા, પણ તેમાં આસક્તિ રહી ન હતી. તેમના ચિત્તમાં ઉદાસીનતાની એક ધારા વહેતી હતી. તેમાં એક દિવસ એવું બન્યું કે તેઓ પોતાની પુણ્યાઈને ઉચિત કે વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈ પોતાના અરીસાભવનમાં ઊભા હતા ત્યાં તેમની નજર સહસા રે વીંટી વગરની અડવી આંગળી તરફ ગઈ. તેમની વિચક્ષણ બુદ્ધિમાં એક ઝબકારો થયો, =અને બીજા અલંકારો ઉતારી નાખ્યા, પછી અરીસામાં તેમણે જોયું કે દેહ તો કૃત્રિમ = અલંકારોથી શોભાયમાન હતો. તો સાચી સુંદરતા શું વસ્તુ છે ? વળી તે મહાપુરુષ - અનિત્યાદિ ભાવનાઓના સૂક્ષ્મ ચિંતન દ્વારા અતિ વૈરાગ્યને પામ્યા અને ઊર્ધ્વશ્રેણીએ ? ૩ આરૂઢ થતાં કેવળજ્ઞાન પામ્યા. ત્યાં તો શક્રેન્દ્ર હાજર થઈને તેમને મુનિવેશ-દેવદુષ્ય આપ્યું. ભરતજી જાણે છ ખંડનાં પૃથ્વીપતિ, હજારો રાણીઓના સ્વામી, કરોડો સૈન્યના I અધિપતિ કે પુત્રપૌત્રના પિતા-પિતામહ હતા જ નહિ તેમ ચાલી નીકળ્યા. તેમના છે સંસારત્યાગની વાત સાંભળીને બીજા દશ હજાર રાજાઓએ પણ સંસારત્યાગ કર્યો. * પુણ્યવંતો પરિવાર પિતાને માર્ગે - ઋષભદેવ ભગવાનના સો પુત્રો, બે પુત્રી, સેંકડો પૌત્રો તેમના માર્ગે ચાલીને ડૅ ને મોક્ષને પામ્યાં, અને તે સૌની પહેલાં એ સન્માર્ગના દરવાજા તો કરુણામયી મા મરુદેવા કે કે માતાએ ખુલ્લા કરી દીધા હતા. $ ઋષભદેવ ભગવાનને ચોરાશી ગણ અને ચોરાશી ગણધર હતા. ચોરાશી હજાર = સાધુઓ હતા. બ્રાહ્મી મુખ્ય સાધ્વી હતાં. સુંદરી આદિ ત્રણ લાખ સાધ્વીઓ હતી. હું - શ્રેયાંસ-પ્રમુખ ત્રણ લાખ પાંચ હજાર શ્રાવકો હતા. સુભદ્રા આદિ પાંચ લાખ ને ચોપન = હજાર શ્રાવિકાઓ હતી. કેવળી તુલ્ય ચાર હજાર સાતસો ને પચાસ ચૌદ-પૂર્વધર હતા. = છITTIકાના કninIકાન IITIEવાહSImજાર છે કર. Incre<ન For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282