Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 252
________________ ૨૧૧ તે કાળે હસ્તિનાપુરમાં બાહુબલીના પૌત્ર શ્રેયાંસે રાત્રિએ સ્વપ્ન જોયું કે શ્યામ છે ૨ વર્ણવાળા મેરુ પર્વતને અમૃત ભરેલા કળશ વડે સિંચન કરવાથી તે અત્યંત દીપી પર ઊઠ્યો. તે જ નગરમાં સુબુદ્ધિ નામના નગરશેઠે તે જ રાત્રિએ શ્રેયાંસકુમારને સૂર્યમંડળનાં ખરી પડેલાં કિરણોને પુનઃસ્થાપતો જોયો અને રાજાએ કોઈ મહાપુરુષને શ્રેયાંસની સહાયથી વિજય પામતો જોયો. આ ત્રણ સ્વપ્નો સૂચવતાં હતાં કે શ્રેયાંસને = કોઈ મહાન લાભ થશે. - પ્રભાતે શ્રેયાંસ પોતાના મહેલના ઝરૂખામાં ઊભા હતાં ત્યાં તેમના શ્રવણે શબ્દો E પડ્યા કે, “પ્રભુ કંઈ પણ ગ્રહણ કરતા નથી.” ત્યાં તો દૂરથી તેને પ્રભુનાં દર્શન થયાં. આ છે અને તરત જ તેને થયું કે મેં આવું કંઈક જોયું છે. એમ ઊંડાણથી વિચાર કરતાં તેને જ જાતિસ્મરણજ્ઞાન થયું. તેમાં તેણે જોયું કે પ્રભુ પૂર્વે ચક્રવર્તી હતા અને હું સારથિ હતો. - તેમની સાથે મેં પણ દીક્ષા લીધી હતી. અને ત્યારે મેં વજસેન કેવળી પાસેથી સાંભળ્યું - હતું કે આ વજનાભનો જીવ ભરતક્ષેત્રમાં તીર્થકર થશે. અહો ! સદ્ભાગ્ય છે કે એ જ પ્રભુનાં આજે મને દર્શન થયાં. આમ વિચારી શ્રેયાંસ પ્રભુનાં દર્શન માટે નીચે આવ્યો, ત્યાં વળી યોગાનુયોગ એક - માણસે શ્રેયાંસને શેરડીના ઉત્તમ રસના ઘડા ભેટ આપ્યા. શ્રેયાંસ પૂર્વભવના મુનિપણાના { આચારની ભિક્ષાવિધિ જાણતા હતા, તેથી તેણે તરત જ પ્રભુને ભિક્ષા માટે વિનંતી કરી. = નિર્દોષ આહારનો જોગ જાણીને પ્રભુએ બે હાથની અંજલિ કરી તે ઘડાઓના રસથી E પ્રથમ પારણું કર્યું. કરપાત્રમાં રસને ગ્રહણ કરવા છતાં પ્રભુના પુણ્ય-અતિશયોની લબ્ધિ એવી હતી કે એક ટીપું પણ નીચે પડતું ન હતું. જાણે બંને હાથે હોડ લગાવી હતી કે - એક ટીપું પડવા ન દેવું, અને તેમાં બન્ને હસ્ત સફળ થયા. = એક વરસે પ્રભુનું પારણું થતાં દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, દેવદુંદુભિનો નાદ કરી ઉત્સવ મનાવ્યો. વસ્ત્ર, સુગંધી જળ, સાડા બાર ક્રોડ સોનૈયાની વસુધારા, પંચ દિવ્યો છે પ્રગટ થયાં. ધન્ય છે આ દાનને ! પ્રભુ જય પામો ! વગેરે નાદથી આકાશ ગુંજી અને - ગાજી ઊઠ્યું. લોકો આશ્ચર્ય પામી શ્રેયાંસના મહેલે આવવા લાગ્યા. શ્રેયાંસે સૌને એક નિર્દોષ આહારવિધિ સમજાવી. આવા ઉત્કૃષ્ટ આહારદાનનો પ્રવાહ શ્રેયાંસે પ્રથમ જ પ્રવર્તાવ્યો. લોકોના કુતૂહલને સંતોષવા શ્રેયાંસે પોતાના આગળના ભવોનું વર્ણન કહી Sિ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.otsઈ છે.

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282