Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 250
________________ 2:5732228 ૨૦૯ ( ભાસે છે. હવે હું સંસારમાં ક્ષણ માત્ર રહી શકું તેમ નથી. સભાની નીરવ શાંતિ વચ્ચે પદ છે પૃથ્વીનાથે ભરતને પાસે બોલાવ્યો અને પોતાના વરદ હસ્તે પોતાના મસ્તક પરનો મુગટ છે ભરતને પહેરાવી દીધો. ભરત પિતાજીને પ્રણમી રહ્યા. પ્રજાએ ગાદીએ બેસતા રાજાને સ્વીકારી લીધા. ભરત દેવની જય હો. ઋષભદેવે પોતાના જ પરિવાર દ્વારા કર્મભૂમિને યોગ્ય સુવ્યવસ્થિત રાજ્યશાસન K પ્રવર્તાવ્યું. વળી તેમણે વિચાર કર્યો કર્મભૂમિના માનવીને જેમ સુખભોગનાં સાધન અને તે છે જીવનનિર્વાહનું શિક્ષણ મળ્યું, તેમ ત્યાગમાર્ગનું શિક્ષણ મળવું પણ જરૂરી છે, જેથી આ કરી તેમનું માનવજીવન ઉન્નત બને. અને તેની સાથે તેમણે વિચાર કર્યો, એ ત્યાગમાર્ગ અને પ્રગટ કરવા માટે એ માર્ગે મારે પ્રયાણ કરવું જરૂરી છે. છે સુમંગલા યુગલિક ધર્મવાળી હતી. યુગલમાંથી એક થવાનું તે કલ્પી ના શકી. શું આ છે કરવું તેની તેને ખબર ન હતી “સ્વામી તમે મને મૂકીને ન જશો. પૃથ્વીનાથે સુમંગલાને તે સમજાવી “દેવી ! હવે મને તમે અટકાવો નહિ. વળી કાળ સામે આપણે પ્રાણપ્રિય સુનંદાને રોકી ન શક્યા, કોઈને પણ રોકી નહિ શકીએ, માટે જ હું અનંતની યાત્રાએ આ જવા મથું છું, જ્યાં આવાં જન્મમરણનાં બંધન દુઃખ સંતાપ કે શોક ન હોય.” પ્રથમ તીર્થ તમે જ સ્થાપ્યું પ્રથમ અણગાર માદિમ નિષ્પરિગ્રહ રૂ . પ્રથમ ભિક્ષુક : તે કાળે દીક્ષાને જ્યારે એક વર્ષ બાકી રહ્યું ત્યારે લોકાનિક દેવો - વડે વિનંતી થઈ કે “પ્રભુ! આપ જય પામો, આપ બોધ પામો, દીક્ષા ગ્રહણ કરો અને = જંગતને હિતકારી ધર્મતીર્થ પ્રવર્તાવો.” ભગવાને પણ પોતાનો દીક્ષાકાળ જાણી વરસીદાન . દેવાનો પ્રારંભ કર્યો. - ભગવાન ઋષભદેવ દક્ષ હતા. લોકપ્રિય અને ઉત્તમ સોંદર્યવાળા હતા. મહાગુણયુક્ત છતાં વિનીત હતા. તે કાળના યુગલિક લોકો પર મહા ઉપકાર કરી તેમને જીવનકળાઓ શીખવી. સો પુત્રોને રાજ્યની વહેંચણી કરી રાજ્યકારભાર સોંપી દીધો. છે વીસ લાખ વર્ષ કુમારાવસ્થા અને કુલ ત્યાસી લાખ પૂર્વ વર્ષ સંસારમાં રહી ચૈત્ર

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282