________________
૨૧૫
=
=
=
=
=
અઠ્ઠાણું પુત્રોએ બોધ પામી સંસારત્યાગ કર્યો અને ભરત મહારાજાનો એ પ્રશ્ન છે ઊકલી ગયો. પરંતુ તેઓ અઠ્ઠાણું ભાઈઓના સંસારત્યાગની વાત સાંભળી તરત તેમની પાસે દોડી ગયા અને અશ્રુભીની આંખે તેમને સમજાવવા લાગ્યા કે, “તમારાં રાજ્યો છું તમને પાછાં સોંપું છું. મને મૂકીને તે ભ્રાતાઓ ! તમે ક્યાં ચાલી જાઓ છો ?” પણ હવે અઠ્ઠાણું ભાઈઓએ તો શાશ્વત સુખનો માર્ગ ગ્રહણ કર્યો હતો તેથી પાછા ફરે તેમ હતા નહિ. અનુક્રમે તેઓએ કૈવલ્ય રાજ્યને પ્રાપ્ત કરી લીધું.
જુઓ સંસારની વિચિત્રતા ! ભારતના નાના ભાઈ બાહુબલી પોતાના બાહુના રે સામર્થ્યથી બાહુબલ કહેવાતા હતા. તે ભારતની આજ્ઞા કેમ સ્વીકારે ? તેમણે વિચાર્યું કે, ભરતજીને અઠ્ઠાણું નાના ભાઈઓનાં રાજ્ય પડાવી લેવા છતાં સંતોષ ન થયો. શું હું મારામાં શક્તિ નથી કે તેના તાબામાં રહું ? આથી તેમણે ભરતરાજાએ મોકલેલા દૂતને કે તિરસ્કારથી પાછો વાળ્યો.
ભરત મહારાજા પણ હમણાં તો ચારિત્રમોહનીય કર્મને વશ પડયા હતા. અર્થાત્ પુણ્યના ઋણને નિયમથી પૂરું કરવાનું હતું. તેથી મહા વિકરાળ સેના લઈને નીકળી : પડ્યા. બાર બાર વરસ મહાયુદ્ધ ચાલ્યું. કોઈ કોઈથી હારે નહિ. આથી ઇંદ્ર વચમાં 5 દરમ્યાનગીરી કરી કે, આવો નરસંહાર શાને માટે કરો છો ? તમે બંને જ લડીને ૬ નિર્ણય પર આવી જાઓ. ઇદ્ર રાજાની વાતનો સ્વીકાર કરી બંને રણમેદાનમાં આવી
પોતાની સમગ્ર શક્તિ વડે યુદ્ધ કરવા લાગ્યા. સંસારની વિચિત્રતા જુઓ, એક બાજુ | નિગ્રંથ એવા પરમાત્મા વિચરે છે, બીજી બાજુ તેમના જ બે પુત્રો યુદ્ધ ચડ્યા છે. છે બંને વચ્ચે દૃષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ થયું. આ ચારેય યુદ્ધમાં
બળવાન બાહુબલીનો વિજય થતાં ભરત રાજા અતિ કોપાયમાન થયા. પોતાનો કે ભ્રાતૃધર્મ ચૂકી તેમણે આવેશમાં આવી આખરી ઉપાય તરીકે તેમનો શિરચ્છેદ કરવા - ! પોતાનું ચક્રરત્ન ઘુમાવીને ફેંક્યું. પરંતુ સમાન ગોત્રીય ભાઈ પર ચક્રરત્ન કંઈ પરિણામ = ' લાવી શક્યું નહિ. તે બાહુબલીની પ્રદક્ષિણા કરીને પાછું ફર્યું. ત્યાં તો જોનારાઓ
બાહુબલીની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “સમાન ગોત્રીય ભાઈ પર ? ચક્ર ફેંકી ભરત રાજાએ ભૂલ કરી છે, પણ તે બાહુબલી ! તમે ભૂલ કરશો નહિ.
=
-
-
Penelibrary.org