________________
૨૧૧ તે કાળે હસ્તિનાપુરમાં બાહુબલીના પૌત્ર શ્રેયાંસે રાત્રિએ સ્વપ્ન જોયું કે શ્યામ છે ૨ વર્ણવાળા મેરુ પર્વતને અમૃત ભરેલા કળશ વડે સિંચન કરવાથી તે અત્યંત દીપી પર ઊઠ્યો. તે જ નગરમાં સુબુદ્ધિ નામના નગરશેઠે તે જ રાત્રિએ શ્રેયાંસકુમારને સૂર્યમંડળનાં ખરી પડેલાં કિરણોને પુનઃસ્થાપતો જોયો અને રાજાએ કોઈ મહાપુરુષને
શ્રેયાંસની સહાયથી વિજય પામતો જોયો. આ ત્રણ સ્વપ્નો સૂચવતાં હતાં કે શ્રેયાંસને = કોઈ મહાન લાભ થશે. - પ્રભાતે શ્રેયાંસ પોતાના મહેલના ઝરૂખામાં ઊભા હતાં ત્યાં તેમના શ્રવણે શબ્દો E પડ્યા કે, “પ્રભુ કંઈ પણ ગ્રહણ કરતા નથી.” ત્યાં તો દૂરથી તેને પ્રભુનાં દર્શન થયાં. આ છે અને તરત જ તેને થયું કે મેં આવું કંઈક જોયું છે. એમ ઊંડાણથી વિચાર કરતાં તેને જ જાતિસ્મરણજ્ઞાન થયું. તેમાં તેણે જોયું કે પ્રભુ પૂર્વે ચક્રવર્તી હતા અને હું સારથિ હતો. - તેમની સાથે મેં પણ દીક્ષા લીધી હતી. અને ત્યારે મેં વજસેન કેવળી પાસેથી સાંભળ્યું - હતું કે આ વજનાભનો જીવ ભરતક્ષેત્રમાં તીર્થકર થશે. અહો ! સદ્ભાગ્ય છે કે એ જ પ્રભુનાં આજે મને દર્શન થયાં.
આમ વિચારી શ્રેયાંસ પ્રભુનાં દર્શન માટે નીચે આવ્યો, ત્યાં વળી યોગાનુયોગ એક - માણસે શ્રેયાંસને શેરડીના ઉત્તમ રસના ઘડા ભેટ આપ્યા. શ્રેયાંસ પૂર્વભવના મુનિપણાના { આચારની ભિક્ષાવિધિ જાણતા હતા, તેથી તેણે તરત જ પ્રભુને ભિક્ષા માટે વિનંતી કરી. = નિર્દોષ આહારનો જોગ જાણીને પ્રભુએ બે હાથની અંજલિ કરી તે ઘડાઓના રસથી E પ્રથમ પારણું કર્યું. કરપાત્રમાં રસને ગ્રહણ કરવા છતાં પ્રભુના પુણ્ય-અતિશયોની લબ્ધિ
એવી હતી કે એક ટીપું પણ નીચે પડતું ન હતું. જાણે બંને હાથે હોડ લગાવી હતી કે - એક ટીપું પડવા ન દેવું, અને તેમાં બન્ને હસ્ત સફળ થયા. = એક વરસે પ્રભુનું પારણું થતાં દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, દેવદુંદુભિનો નાદ કરી
ઉત્સવ મનાવ્યો. વસ્ત્ર, સુગંધી જળ, સાડા બાર ક્રોડ સોનૈયાની વસુધારા, પંચ દિવ્યો છે
પ્રગટ થયાં. ધન્ય છે આ દાનને ! પ્રભુ જય પામો ! વગેરે નાદથી આકાશ ગુંજી અને - ગાજી ઊઠ્યું. લોકો આશ્ચર્ય પામી શ્રેયાંસના મહેલે આવવા લાગ્યા. શ્રેયાંસે સૌને એક નિર્દોષ આહારવિધિ સમજાવી. આવા ઉત્કૃષ્ટ આહારદાનનો પ્રવાહ શ્રેયાંસે પ્રથમ જ પ્રવર્તાવ્યો. લોકોના કુતૂહલને સંતોષવા શ્રેયાંસે પોતાના આગળના ભવોનું વર્ણન કહી Sિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.otsઈ છે.