________________
1
c
{"
[
+
૧૭૨ જીવ-અજીવના સંયોગે ઊપજતા શુભાશુભ જીવના પરિણામથી પુણ્ય-પાપનો = ચકરાવો માનવને ઘેરી લે છે. શુભાશુભ પરિણામનું ફળ અવશ્ય આવે છે. કમઠ તાપસે
જે કંઈ શુભ ક્રિયાઓ કરી હતી તેના યોગે મૃત્યુ પામી નીચેના દેવલોકમાં મેઘમાળી નામે ! = દેવપણે ઉત્પન્ન થયો. જ્ઞાનરહિત મળેલી કોઈપણ યોનિ જીવને ઊંચેથી નીચે પછાડે છે.a ૩ અને વળી કર્મના ચક્કરમાં ફસાવે છે. જ્ઞાનસહિતની ક્રિયા મુક્તિ અપાવે છે.
“જ્ઞાનક્રિયાભ્યાં મુક્તિઃ' દોરો પરોવેલી સોય કચરામાં પડી જાય તોય દોરાને ન - આધારે મળી આવે છે. તેમ પ્રગટ જ્ઞાનસહિત જીવ નરકગતિમાં પણ જ્ઞાનને આધારે
પોતાના દોષોનો સ્વીકાર કરી, સહન કરી પાવન થઈ ઊઠે છે. તિર્યંચગતિમાં પણ - જ્ઞાનસહિત જીવ કોઈ જ્ઞાનીનો યોગ પામી પશુતા ત્યજી દેવત પામે છે. દેવલોકમાં - જ્ઞાનસહિત જીવ ભોગ-લોલુપતામાં ફસાઈ ન જતાં આત્માના ઐશ્વર્યને અજવાળવા = પ્રભુભક્તિના સંયોગને શોધી લે છે, અને માનવજન્મ જ્ઞાનસહિત હોય તો તે ૩ સમીપમુક્તિગામી બની સંસારથી મુક્ત થાય છે.
| સર્વસર્પિણી મટી ધરણેન્દ્ર પદ્માવતી પદ પામેલાં, પ્રભુભક્તિના યોગે પામેલાં : દેવદેવી સમકિત દેવલોકમાં હોવા છતાં મોક્ષપદ પ્રત્યેના અભિગમને રક્ષે છે. અને : મેઘમાળી દેવલોકમાં વળી હલકી કોટિમાં હોવાથી કેવળ દ્વેષ પરિણામથી નીચે ઊતરતો કે 3 જાય છે.
સર્વસંગપરિત્યાગ
- વારાણસી નગરીના યુવરાજ પાર્શ્વકુમાર તો જન્મથી જ વૈરાગી હતા. વૈરાગ્ય પણ : જાણે યૌવન પામ્યું હોય તેમ સર્વસંગપરિત્યાગ કરવાનો સમય નજીક જાણી, દેવો વડે ? - એકઠી થયેલી સંપત્તિનો મહાન વરસીદાન દ્વારા આરંભ થઈ ચૂક્યો હતો. પાર્શ્વકુમાર
યુવરાજ મટી મુનિરાજ બની ચૂક્યા. હજારો મુનિઓ સાથે પ્રભુ વિહરી રહ્યા હતા. નિત્ય | મોક્ષના પંથે આગળ વધી રહ્યા હતા. પ્રભુ જ્યાં જ્યાં વિચરતા હતા ત્યાં ત્યાં જંગલમાં = મંગળ થઈ જતું. ભગવાનને દીક્ષાકાળે જ મન:પર્યવ - ચોથું પવિત્ર જ્ઞાન પ્રગટ થઈ
ચૂકયું હતું અને પ્રભુ પૂર્ણજ્ઞાન ભણી આગળ વધતા હતા.
Jain Education International