________________
વિકાસ કરી શકાય
કારાણા
૧૭૩
મેઘમાળીનો ઉપસર્ગ
પાર્થપ્રભુ એક વાર જંગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં લીન હતા. કમઠનો જીવ મેઘમાળી દેવરૂપે દેવલોકમાં પણ કુતર્કો દ્વારા જીવન વેડફી રહ્યો હતો. અવધિજ્ઞાન હતું, પણ પતિ મલિન હોવાથી તે કુઅવધિરૂપ હતું. એક વાર તેણે જોયું કે પાર્થકુમાર :
જંગલમાં એકાકી વિચારી રહ્યા છે. ઠીક લાગ મળ્યો છે. આજ તો હવે તેને ખબર પડી કે - દઉં કે હું શું કરી શકું છું. દેવલોકની ગતિના નિયમથી દેવો પાસે કેટલીક વિકણાની શક્તિ અર્થાત્ માયાજાળ ઊભી કરવાની શક્તિ હોય છે. જ્ઞાનસહિત દેવો તેનો . સદુપયોગ કરે છે. કોઈ અજ્ઞાની દેવો તેનો દુરુપયોગ કરી અધોગતિ પામે છે. આ | મેઘમાળી કુબુદ્ધિને કારણે મિથ્યાશક્તિને વિકુર્તી પાર્થપ્રભુને ઉપસર્ગ કરવાને કરાયો. તેણે ડાંસ મચ્છરથી પ્રભુનું શરીર ઢાંકી દીધું. કાતિલ ઠંખોથી પ્રભુનું શરીર
વીંધાતું રહ્યું. પણ પરમપુણ્યના બળે તેમના દેહમાં સ્વતઃ રુઝાવાની શક્તિ હોવાથી પ્રભુનું શરીર વળી પાછું યથાવત્ થઈ જતું. વળી મેઘમાળીએ વીંછી, સર્પને ઉત્પન્ન કરી પ્રભુના શરીર પર છોડ્યા, વળી કાતિલ પીડા થાય તેવા ઉપસર્ગો થયા. પ્રભુ દેહભાવથી પર થયેલા હોવાથી સમભાવે તે સહી લીધા. વળી હાથીઓ ઉત્પન્ન કરી મેઘમાળીએ પ્રભુને ધક્કે ચડાવવા પ્રયત્ન કર્યો પણ પ્રભુના આત્મ-એશ્વર્યથી શરીર પણ અડોલ રહ્યું. છેવટે તેણે હાંફીને થાકીને ભયંકર વર્ષા વરસાવી. જાણે ધરતી પર મહાસાગર રેલાવી દીધો. - પ્રભુ ચારે બાજુ પાણીથી ઘેરાઈ ગયા અને પાણીનાં પૂર તો ચડતાં જ રહ્યાં ઢીંચણથી ઉપર, કમરથી ઉપર, અરે ગળાથી ઉપર અને આ શું ? હોઠ સુધી પણ પાણી ફરી વળ્યાં. ચારે બાજુ સમુદ્ર ઘૂઘવી રહ્યો હતો. પ્રભુ તો જાણે મેરુ પર્વતની જેમ નિષ્કપ છે. પ્રભુ શરીરમાં ન હતા. આત્માના આનંદના અપાર અનુભવમાં લીન હતા.
ત્યાં સમુદ્રનાં મોજાં તેમને શું કરી શકે ? પ્રભુને આવા સાત સમંદરની પણ કંઈ પડી ન હતી. તેઓ તો શેષ રહેલા ચાર ઘનઘાતી કર્મના ડુંગરને પ્રજ્ઞા વડે તોડવાના કાર્યમાં એકતાન હતા.
Main Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org