________________
૧૭૫ પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થતાં અનેક દેવો ખુશી મનાવવા દેવવિમાનો સહિત દોડી આવ્યા અને પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. મેઘમાળી તો હજી કંઈ નવી યુક્તિની શોધમાં હતો કે આ યોગીને કેમ કરીને ભોંયભેગા કરું ? તેવા આવેગમાં હતો ત્યાં ઇન્દ્રની ઉપસ્થિતિ જોઈને સ્તબ્ધ થઈ ગયો. ઘડીભર ગભરાઈ ગયો પણ પ્રભુના અંતરંગ ભાવમાં તો હતું કે :
कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति ।
प्रभुस्तुल्य मनोवृत्तिः पार्थनाथ श्रियेऽस्तुवः । મેઘમાળી બૂક્યો
કમઠ નવ નવ ભવ સુધી પ્રભુના દેહ પર કેર વર્તાવતો જ રહ્યો હતો અને પ્રભુ હિ આત્મભાવે બધુ સ્વીકારતા જ રહ્યા. બંનેએ પોતાની પ્રકૃતિને ઉચિત કર્મ કર્યું. પ્રભુને તો ધરણેન્દ્રની ભક્તિથી કંઈ રાજી થવાનું ન હતું અને કમઠના ઉપસર્ગથી નારાજ થવાનું નામ હતું. બંને પ્રત્યે સમાન ભાવ હતો. એટલું જ નહિ પણ મેઘમાળી પ્રત્યે તો તેમને કરુણા હતી કે જેના ચરણકમળ પખાળતાં દેવોનાં પાપ પલાયન થાય છે તેવા આત્માની આશાતના આચરી મેઘમાળી અધોગતિ પામશે. પ્રભુની આ અનુકંપાએ અને દેવોની ભક્તિના નિમિત્તથી મેઘમાળીની મનોદશા બદલાઈ ગઈ. તે પોતાની સર્વ લીલાને સંકેલીને પ્રભુને ચરણે પડ્યો. પશ્ચાત્તાપથી પાવન થયો. ભગવાનની ઉપસ્થિતિ જ એવી છે છે કે પાપી ભગવાન થઈ જાય. આ જન્મમાં તો ઠીક પણ જન્મોજન્મનાં પાપને પખાળીને પાત્રતા પામીને મેઘમાળી સમકિતને પામ્યો.
ઇન્દ્રાદિકે બાર પર્ષદાયુક્ત રત્ન, માણેક, સોનારૂપાથી શોભિત સમવસરણની રચના કરી. પ્રભુના કેવળજ્ઞાનના પ્રભાવે અતિશયો પ્રગટ થઈ ગયા. વાસ્તવિક રીતે તો આ સર્વ તીર્થંકર નામકર્મને યોગ્ય પુણ્યાતિશયો ઉત્પન્ન થયા. પ્રભુના શુદ્ધ આત્માનું અપાર ઐશ્વર્ય હતું તે ચર્મચક્ષુથી જણાય તેવું ન હતું. પ્રભુને ઓળખવાના પ્રતીકરૂપ એ અતિશયોના ઐશ્વર્યની પણ અદ્ભુતતા હતી. જગતની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વસ્તુઓ પ્રભુના ચરણની સેવામાં હાજર હતી. પ્રભુનો દેહ પણ પરમ દારિક હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org