________________
૨૦૫ અગ્નિ ઉત્પન્ન થયો છે. આથી તેઓને કહ્યું કે તમે એ અગ્નિ વડે અનાજ પકવીને ખાજો. તેનો સીધો સ્પર્શ ન કરતા.
ભગવાનનાં વચન સાંભળી યુગલિયા અનાજ પકવવાનું નવું સાધન મળ્યું જાણી - આનંદ પામ્યા. તેમણે ધાન્યને સીધું જ અગ્નિમાં નાંખીને, હવે તે કલ્પવૃક્ષની જેમ ધાન્ય
પાછું મળે તેમ પ્રાર્થના કરવા લાગ્યા. પણ આ તો અગ્નિદેવ હતા. પોતે જ ધાન્ય
હજમ કરી ગયા. રાંક ભૂખ્યા માનવોની ઇચ્છા પૂરી ન થઈ. આથી તે યુગલિયાઓ - મૂંઝાયા અને વિચારવા લાગ્યા કે આ કલ્પવૃક્ષ જેવો દયાળુ નથી પણ કોઈ રાક્ષસી તે જણાય છે. જેટલું આપીએ તેટલું પોતે જ ખાઈ જાય છે. આથી ભગવાન પાસે તેને
સખત સજા કરાવવી પડશે. - અગ્નિ પાસે યુગલિયાઓ મૂંઝાતા ઊભા હતા, તે સમયે યોગાનુયોગ ત્યાંથી છે ઋષભદેવ હાથી પર બેસીને જતા હતા. તેમને જોઈને સૌ યુગલિકો દોડી આવ્યા અને
અગ્નિ વિષે ફરિયાદ કરવા લાગ્યા કે આપે કહ્યું તે પ્રમાણે અમે અગ્નિમાં ધાન્યને મૂકવા હ લાગ્યા પણ તે તો પોતે જ બધું હજમ કરી જાય છે. અમને કંઈ પાછું આપતો નથી. આ
પ્રથમ કળા કુંભકારની, તથા બીજી કળાઓ વિષે એ યુગલિકોની વાત સાંભળી ભગવાને તેમની પાસે ભીની માટી મંગાવીને તેનો પિં
બનાવડાવ્યો, અને તેને આકાર આપવા તે પિંડ તે વખતે હાજર રહેલા હાથીના કુંભસ્થળ પર મુકાવી મહાવત પાસે તેનું વાસણ બનાવરાવ્યું. તેથી તે કળા કુંભાર કળા જ નામે પ્રસિદ્ધ થઈ. પાત્ર કળા પ્રથમ જ પ્રસિદ્ધ થઈ.
પછી ભગવાને તે પાત્રને પકવવાની રીત બતાવી. બીજાં તેવાં પાત્રો બનાવવા એ સૂચવ્યું, અને કહ્યું કે હવે તમે આ પાત્રમાં ધાન્યને ભીંજવીને યોગ્ય રીતે પકાવો. ત્યાર કે પછી યુગલિયાઓએ તે પ્રમાણે અન્ય પાત્રો ઘડ્યાં અને રાંધણકળા હસ્તગત કરી છે કુંભકળાની સાથે સાથે પછી તો લુહાર, વણકર, ચિત્રકાર તથા વાળંદ જેવા કારીગરોની કે કળાઓ વિકાસ પામી અને દરેકના વળી વીસ જેવા પ્રકારો થવાથી લગભગ સો જેવી છે કળાઓ વિકાસ પામી.
ઋષભદેવે પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને બોતેર કળાઓ શીખવી અને લઘુપુત્ર છે. બાહુબલીને પશુપક્ષી આદિ પ્રાણીશાસ્ત્ર શીખવ્યું. બ્રાહ્મીને અઢાર લિપિઓનું અધ્યયન
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary