________________
૧૯૭ - દિવસ આ છ મિત્રો વાર્તાલાપ કરતા બેઠા હતા. તે સમયે ત્યાં એક મુનિ આવ્યા. તે કૃમિજ કુષ્ઠની ભયંકર વ્યાધિથી પીડાતા હતા. સમ્રાટ પુત્રે જવાનંદને આ વાત કરી કે તમે આ = મુનિના રોગનો ઉપાય કરો. છે. જીવાનંદ ઃ આ મુનિના રોગ માટે જે ગોશીષચંદન અને રત્નકંબલ વગેરે કીમતી
ઔષધિઓ જોઈએ તે મારી પાસે નથી. પાંચે મિત્રો તે ઓષધિની શોધમાં બજારમાં ગયા. એક વ્યાપારીને ત્યાં તે બે વસ્તુઓ ઉપલબ્ધ હતી પણ તેની કિંમત ઘણી વધુ જ હતી. છતાં પેલા પાંચ મિત્રો તે ચૂકવવા તૈયાર હતા.
વ્યાપારીને કુતૂહલ થયું તેથી તેણે પૂછયું કે આવું કીમતી ઔષધ કોને માટે છે બનાવવાનું છે ?
જવાબ – મુનિની ચિકિત્સા માટે. વ્યાપારીને અહોભાવ થતાં તેણે આ બે કીમતી વસ્તુઓ વિના મૂલ્ય આપી દીધી.
ઔષધની સામગ્રી લઈ છયે મિત્રો મુનિ જ્યાં જંગલમાં ધ્યાનમુદ્રામાં હતા ત્યાં ન આવ્યા. તેઓએ સભાવથી મુનિની શુશ્રુષા કરવા માંડી. સૌ પ્રથમ તેલનું મર્દન આ કરવાથી ઉષ્ણતા પામીને કૃમિઓ બહાર નીકળવા માંડ્યા. તેથી મુનિના શરીર પર કે રત્નકંબલ ઢાંકી દીધી. કૃમિઓ કંબલમાં ચોંટી ગયા ત્યારે તેમને સુરક્ષિતપણે દૂર કર્યા. - આમ ત્રણ વાર કરવાથી લોહી અને હાડકાં સુધી પહોંચેલા કૃમિઓ દૂર થવાથી મુનિ # પૂર્ણ સ્વસ્થ થયા. આથી છયે મિત્રો ઘણો જ પ્રમોદ પામ્યા. છે. ત્યાર બાદ મુનિએ પણ તેમને યોગ્ય ઉપદેશ આપ્યો. તેનાથી સંસાર પ્રત્યેથી છે વિરક્ત થઈ તેઓએ દીક્ષા ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ સાધના કરી.
૧૦. બારમા દેવલોક છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મૃત્યુ પામીને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા. છે. ૧૧. વજનાભ એ જીવાનંદ વૈદ્યનો જીવ પુષ્કલાવતી વિજયની પુંડરિકિણી નગરીમાં વજસેન રાજાની આ ધારિણી રાણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયો ત્યારે રાણીએ મધ્યરાત્રિએ ચૌદ મહા સ્વપ્નો જોયાં. અનુક્રમે તેણે વજનાભ નામે પુત્રને જન્મ આપ્યો. તેમને ચક્રરત્નની
બ
Ulein Education International
For Private
Personal use only
www.jainelibrary.org
: