Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 242
________________ . ૨૦૧ એ કાળે અચાનક જ આશ્ચર્યજનક ઘટના ઘટી. એક યુગલ સુમેરુની તળેટીમાં હર્ષોન્માદમાં નાચતું હતું. આનંદના હિંડોળે ઝુલતું હતું. ત્યાં અચાનક ક્યારેય નહિ જોયેલું કે જાણેલું એવું કોઈ ભયંકર તોફાન આવ્યું. ભયંકર સુસવાટા મારતા પવને વનપ્રદેશને ઘેરી લીધો. ઝાડ, પાન, પર્વત, ધરા સૌ ધ્રૂજી ઊઠ્યાં. સાગર સરિતાનાં પાણી આભે આંબવા લાગ્યાં. પેલું યુગલ આશ્ચર્યસહ સાવચેત બન્યું. પશુ-પક્ષીઓ પણ કંપી ઊઠ્યાં. વૃક્ષો પણ ઊખડી ઊખડીને ધરાશાયી થવા લાગ્યાં. એક વૃક્ષ નીચે ઊભેલા પેલા યુગલમાંથી નરના માથા પર એક મોટું ફળ તૂટી પડ્યું. પેલો નર જમીન પર પછડાઈ ગયો. તેને વળગીને ઊભેલી પેલી નારી પણ જમીનને શરણે ઝૂકી ગઈ. પરંતુ એ કાળમાં ન બનેલું બની ગયું. પેલો નર નારીને મૂકીને સદા માટે પોઢી ગયો. વાતાવરણ શાંત થયું. પેલી નારીને ભાન આવ્યું ત્યાં તેણે જોયું કે વન ઉપવન ઉજડી ગયાં હતાં. જ્યાં ત્યાં પશુ-પક્ષીઓ અને યુગલો મૂર્છામાં પડ્યાં હતાં. ધીમે ધીમે સૌ જાગ્યાં પણ આ શું ? આ નર તો હાલતો-ચાલતો કે ઊઠતો નથી. તેને ઘણો ઢંઢોળ્યો પણ તે નર ન જ જાગ્યો. જાગવાની શક્યતા પણ ન જણાઈ. અને એ યુગની ધરતી પર શોકનાં અને વિયોગનાં એંધાણ શરૂ થયાં. ન સમજાય કે ન ઉકેલાય તેવી સમસ્યા ખડી થઈ. નારીએ જોયું કે આ નર નહીં જ ઊઠે અને તેના હૃદયમાં એક કંપ પેદા થયો. વિકલ્પ ઊઠ્યો : શું હું એકલી ? મારો સાથી નહીં જ ઊઠે ? અને તેના કંઠમાંથી ભયંકર આક્રંદ શરૂ થયું. કહો કે તે યુગમાં રૂદનનો પ્રારંભ થયો. એ નારીની પાંપણોમાંથી શ્રાવણ-ભાદરવાની જાણે ધોધમાર વર્ષા શરૂ થઈ. ઘડીભર માટે એ ધરતીના આનંદ અને કિલ્લોલ સ્થંભિત થઈ ગયા. એ નારીનું રૂદન ઘેરું બનતું ગયું. તેના રૂદનના પડઘાથી વૃક્ષોના માળામાં રહેલાં પક્ષીઓ, પાણી, પવનમાં શોકનો પડઘો પડ્યો. યુગલિકો ભેગા થયા. ક્ષોભ પામી ગયા. શું નારી એકલી થઈ ગઈ ? આવું તો તેમણે ક્યારેય જોયું ન હતું. દિવસો વીતવા લાગ્યા, વર્ષો વીત્યાં, સુનંદા યુગલિકની વચ્ચે એકલી ઘૂમતી. તેના હૃદયમાં અજંપો હતો. એ તોફાને યુગલિકકાળના ધરતીના સૌંદર્યને ઉજડી નાંખ્યું હતું. કલ્પવૃક્ષો ક્ષીણ થયાં હતાં. હવે યુગલિકોને મનવાંછિત વસ્તુઓ મળતી ન હતી. અતૃપ્ત એવા માનવો

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282