________________
૧૯૪
ભગવાન ઋષભદેવનું જીવનચરિત્ર 5 પૂર્વભવ છે૧. ધન્ના સાર્થવાહ (ઋષભદેવનો આત્મા) 2. અપર મહાવિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં ધન્ના નામનો સાર્થવાહ રહેતો હતો. જે. છેતેની પાસે વિપુલ વૈભવ હતો. એક વાર તે સેંકડો મનુષ્યોની સાથે વસંતપુર નામના
નગરમાં વ્યાપાર અર્થે નીકળ્યો હતો. આ માર્ગ ઘણો વિકટ હતો. છે ધર્મઘોષ આચાર્ય તથા તેમના શિષ્યો વસંતપુર ધર્મ-પ્રભાવનાને અર્થે જવા માગતા ક જ હતા. તેમણે ધન્ના સાર્થવાહ પાસે જઈને તેમની સાથે વસંતપુર જવાની ભાવના જણાવી. જો ધન્ના સાર્થવાહ તો આ સાંભળી અત્યંત આનંદ પામ્યો. અને તેણે આચાર્ય તથા અન્ય જે શિષ્યસમુદાયની ભોજન આદિ તમામ વ્યવસ્થા યોગ્ય રીતે અનુચરોને સોંપી. આચાર્યું છેભોજન આદિ વગેરેની નિર્દોષતા અંગે સાર્થવાહને સમજણ આપી. જ સાર્થવાહ અને આચાર્ય સૌ જંગલના માર્ગેથી પસાર થઈ આગળ વધી રહ્યા હતા.
સમય પસાર થઈ રહ્યો હતો. ત્યાં તો વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું. સાધુ-આચાર = પ્રમાણે આચાર્યનો પરિવાર યોગ્ય સ્થળે રોકાઈ ગયો. વળી જંગલમાં વર્ષાને કારણે કાદવ
થવાથી ધન્ના સાર્થવાહનો સમુદાય પણ રોકાઈ ગયો. ધાર્યા કરતાં ચોમાસાનો કાળ વધુ છે લંબાયો. સાર્થવાહને પણ રોકાઈ જવું પડ્યું. તેમની પાસે વાદ્યસામગ્રી ખૂટી જતાં તેઓ ને કંદમૂળ વગેરેને ગ્રહણ કરી સમય પસાર કરવા લાગ્યા. છે. આ બાજુ આચાર્ય અને તેમના પરિવાર આચાર પ્રમાણે ભિક્ષા મળે તો ગ્રહણ ક કરતા અથવા અનશન કરી લેતા. એક વાર અચાનક સાર્થવાહને સ્મૃતિ થઈ કે અરે ! કે છે આ સાધુગણનું શું થયું હશે ? તરત જ તે આચાર્ય પાસે પહોંચ્યો. અને ઘણા પ્રયત્ન મળેલા નિર્દોષ આહારનું નિઃસ્પૃહ ભાવે અને અત્યંત ભાવપૂર્વક તેણે સુપાત્રે આહારદાન કર્યું. આચાર્યશ્રીએ પણ તેને આત્મહિતકારી ઉપદેશ આપ્યો. તે સમયે તેના પરિણામની . ? શુદ્ધિ થતાં તેને સમકિત પ્રગટ થયું. ઋષભદેવના આત્માએ અનંતકાળના પરિભ્રમણનો છે આ ભવમાં સંક્ષેપ કરી મુક્તિમાર્ગમાં ક્રમશઃ પ્રયાણ આદર્યું.
lain Education International.
For Private & Personal use only