________________
૧૫૪ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા શ્રમણ ભગવાન મહાવીર તે સમયે વર્ષાકાળમાં મધ્યમ પાવાપુરીને વિષે હસ્તીપાલ છે. રાજાના કર્મચારીઓના સ્થાનમાં છેલ્લું ચોમાસું રહ્યા હતા. તે કાળે આસો માસમાં કૃષ્ણ
પક્ષની અમાસને દિવસે પાછલી રાત્રિએ નિર્વાણ પામ્યા. અનંતકાળની ભવસ્થિતિમાંથી ઊં સંપૂર્ણપણે મુક્ત થયા. પરમ શાશ્વત લોકાને પ્રાપ્ત થયા. જન્મજરામરણાદિથી સર્વથા : ન મુક્ત થયા. સિદ્ધ થયા.
જે રાત્રિએ ભગવાન નિર્વાણ પામ્યા તે જ રાત્રિએ અતિ કષ્ટદાયક ભસ્મરાશિ બે ; હજાર વર્ષની સ્થિતિવાળો મહાગ્રહ સંક્રાન્ત થયો.
શક્રેન્દ્ર અવધિજ્ઞાન વડે આ સ્થિતિ જાણીને ભગવાનને નિર્વાણકાળ પહેલાં વિનંતી ? = કરી કે, હે પ્રભુ ! આપના નિર્વાણ સમયે આ મહાગ્રહ સંક્રાન્ત થશે અને જગતના કે * જીવોને અતિ કષ્ટદાયક કાળની પ્રાપ્તિ થશે માટે આપ એક સમય માત્ર આયુસ્થિતિનો ? = વધારો કરો. ફક્ત એક સમય-મેષાનમેષના સમયથી પણ અલ્પ સમય-ની વૃદ્ધિ કરો. છે. ભગવાને કહ્યું : હે ઇંદ્ર ! નાગેન્દ્ર, ઇંદ્ર કે જિનેન્દ્ર કોઈપણ ચમરબંધી પોતાના ? - આયુષ્યકર્મમાં ફરક કરી શકતા નથી. જે કાળે જે બનવાનું હોય તે બને જ છે.
તે કાળે તે સમયને વિષે ભગવાન મહાવીર ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા A/ હતા. બાર વરસ અને છ માસ લગભગ દીક્ષા અવસ્થા પાળી. લગભગ ત્રીસ વરસ છે કેવળી અવસ્થામાં રહ્યા હતા. સર્વ મળી બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એકાકીપણે આ નિર્વાણ પામ્યા. તે સમયે ભસ્મરાશિ મહાગ્રહ સંક્રાનિત થયો. - નિર્જળ છઠ્ઠ તપ સહિત સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થતાં પ્રભાતકાળે
પ્રભુ સમ્યક પ્રકારે પદ્માસને બેઠા. સોળ પ્રહર સુધી પુણ્ય પાપના ફળવિપાકવાળાં G: અધ્યયનો તથા કેટલાક ઉત્તરોનો અંતિમ ઉપદેશ આપી શુકલ ધ્યાનમાં સ્થિત પ્રભુ ? = સંસારસમુદ્રથી સર્વથા મુક્ત થયા. સર્વ દુઃખો અને કર્મોથી પ્રભુ મુક્ત થઈ પરમ શાશ્વત - સુખને પામ્યા.
'
T
*
*
* *
*
*
*
S
ain Education International
આ
છે
IIT
JIVTI
ints like
: