________________
MALAYALAYALLYELLORCAYAGAYAWA.
૧૫૫
અહો પ્રભુ આ શું કર્યું? તે કાળે અને તે સમયને વિષે ભગવાન મહાવીર જે રાત્રિએ નિર્વાણ પામ્યા ત્યારે હું વસ દેવદેવીઓ આવવા લાગ્યાં. પરંતુ તેઓ સૌ ખેદખિન્ન જણાતાં હતાં. તે રાત્રિને વિષે છે
ભગવાનના પ્રથમ અંતેવાસી પટ્ટશિષ્ય ગૌતમ ગણધર અણગાર અન્યત્ર ઉપદેશ આપવા વાં ગયા હતા. પાછા વળતાં તેમણે આ સર્વ કોલાહલથી જાણ્યું કે પ્રભુ તો નિર્વાણ
પામ્યા છે.
ગણધર ગૌતમસ્વામીનો ભગવાન પ્રત્યે અતિ પ્રશસ્ત રાગ હતો. તેમણે જ્યારે એ છે સાંભળ્યું કે ભગવાન તો નિર્વાણ પામ્યા ત્યારે તેઓ ક્ષણ વાર તો અત્યંત ક્ષોભ પામી છે Sી ગયા. જાણે કે તેમના પર વજઘાત થયો હોય તેમ શૂન્ય થઈ ગયા. થોડી ક્ષણો પછી કે તેમને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થયું ત્યારે તે બોલી ઊઠ્યા: કે “હે પ્રભુ ! તમે આ શું કર્યું ? આટલા સમયથી હું તમારી સેવા વડે પુણ્યવંતો
હતો. તેને તમે અંત સમયે દૂર કર્યો ? હે નાથ ! હવે હું કોના ચરણકમળમાં મારું Eશે મસ્તક મૂકી વિશ્રામ પામીશ ? હે જગત્પતિ ! હવે હું મારા મનની વાતો કોને કહીશ
છે અને મારા પ્રશ્નોના ઉત્તરો કોણ આપશે? - અરે વિભુ! હવે મને વત્સલભાવે ગોયમ, ગૌતમ, હે વત્સ કહી કોણ બોલાવશે ? - હે વીર ! હે મહાવીર ! આપે આ શું કર્યું? આપને આવું કરવું શોભતું ન હતું ! શુ આપ તો મારા રાંકના રખેવાળ હતા. પ્રભુ ! આપને એમ લાગ્યું કે હું નાના બાળકની
જેમ આપની પાછળ પડીશ અથવા શું એમ લાગ્યું કે આ જીવ આપના મોક્ષરૂપીણે - ઐશ્વર્યમાં ભાગ પડાવશે ? અરે ભગવાન ! આપે એવું શા માટે વિચાર્યું ? શું મોક્ષમાં
છે એવી સંકડાશ છે કે ત્યાં મારો સમાવેશ ન થાય ? હે વિર ! હે વિર ! હવે મને ગૌતમ વાં કહી કોણ બોલાવશે? - હે ત્રિભુવનપતિ ! આજે આપના વગર આ પૃથ્વી પર અજ્ઞાનરૂપી અંધકાર
ફેલાશે. ધર્મમાં અનેક અંતરાયો ઉત્પન્ન થશે. હે પ્રભુ ! આપના વગર આ ભરતક્ષેત્ર પર - મહા કષ્ટદાયક ગ્રહનો પ્રભાવ થશે. અરે, મને તો આજે આ પૃથ્વી કશા જ સત્ત્વ
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org