________________
09
Sી ચૌદ સ્વપ્ન અને જન્મ
(ભગવાન મહાવીરની જેમ સમજવું.)
એક વાર મધ્યરાત્રે વામાદેવી ચૌદ મહાસ્વપ્ન નિહાળી રહ્યાં હતાં. જૈનદર્શનમાં તીર્થકર નામકર્મ એ સર્વોત્કૃષ્ટ પુણ્ય મનાયું છે. સૃષ્ટિમાં જે કંઈ અતિ ઉત્તમ તત્ત્વો છે
તે તીર્થકરના પુણ્યાત્માને પ્રાપ્ત હોય છે. પરંતુ સ્વ-સ્વરૂપનું જ્ઞાન એ જ સર્વશ્રેષ્ઠ તત્ત્વ માં છે અને એ જ્ઞાનીના જીવનનો મર્મ છે. એટલે પુણ્યના અતિશયોનું એક ઋણ પૂરું
કરવા તે પુણ્યાત્માઓ જગતના કલ્યાણ અર્થે ધરતી પર અવતરે છે. તેનાં એંધાણ થતાં
જ શુભ તત્ત્વો પ્રગટે છે. તીર્થંકરનો આત્મા માતાના ઉદરમાં આવે અને શુભ ચિહનર્ણ છે તરીકે માતા સુંદર અને ગૂઢ સ્વપ્નો જુએ છે.
પ્રાતઃકાળે રાણીએ રાજા સમક્ષ સ્વપ્નોનું નિવેદન કર્યું. રાજા આ સ્વપ્નનું વર્ણન સાંભળી અતિ પ્રસન્ન થઈ ઊઠ્યા. તરત જ જ્યોતિષી પાસેથી સ્વપ્નનું રહસ્ય જાણ્યું કે વામાદેવીની કુક્ષિમાં ધર્મચક્રવર્તીનો ગર્ભ ધારણ થયો હતો. તીર્થકરનો આત્મા દેવલોકમાંથી જ ચ્યવન કરી ધરતી પર અવતરવાનો છે. તીર્થંકરના નામકર્મના પુણ્યબળે તે હકીકત
જાણીને દેવો પણ ખુશ થયા. અનેક દેવીઓ રાણીની સુખાકારીની પૃચ્છા કરતી હતી ઉત્તમ આત્માને ઉદરમાં ધારણ કરીને રાણી સુખપૂર્વક કાળ નિર્ગમન કરતી હતી. આ
ગર્ભકાળનો સમય પૂરો થતાં માગશર વદ ૧૦ના ઉત્તમ દિવસે મરુભૂતિનો જીવ છે (વિશેષજ્ઞાન) અવધિજ્ઞાન સહિત તીર્થકરના પુણ્યાતિશયયુક્ત જન્મ પામ્યો. પૃથ્વી પર છે જન્મેલ આ મહાન આત્માનો સંદેશો તત્ક્ષણ સ્વર્ગના ઇંદ્રોને આપવા સુઘોષ ઘંટની) - ધ્વનિ દેવલોકમાં ઘણધણી ઊઠ્યો : હે દેવો ! જાગી. આપણો ઉદ્ધારક ધરતી પર
અવતરી ચૂક્યો છે. ત્યાર પછી સૌધર્મ ઇંદ્રની સવારી નીચે હજારો ઇંદ્ર-ઇંદ્રાણીઓ, તે સેંકડો દેવદેવીઓ સહિત પ્રભુને લઈને મેરુ પર્વત પર જન્માભિષેકનો ઉત્સવ મનાવી
પોતાના ભાવોને નિર્મળ કરતાં હતાં. ઉત્તમ શબ્દોમાં પ્રભુવંદના કરતાં ઇદ્ર સ્તુતિ કરી છે પોતાને પાવન કરી દીધો. દેવોએ પ્રભુના અંગૂઠામાં અમૃતરસનું સંક્રમણ કર્યું. વળી માતાએ સ્વપ્નમાં સર્પ જોયેલો અને પ્રભુના અંગ પર સર્પનું લંછન હોવાથી પ્રભુનું નામ
www.jainelibrary.
હાલ રણછો9 9 sec ) 09
*ain Education International
For Private & Personal Use Only