________________
રાહ જોઈ રહ્યો. નિયત દિવસે તે મનોરમા પાસે પહોંચી ગયો. મનોરમા જાણતી હતી છે કે પતિની ગેરહાજરીમાં રક્ષણ થવું કપરું છે, આથી તે છૂપી રીતે પોતાના પિતાના રાજ્યમાં પહોંચી ગઈ હતી. કમઠ ભોગવિલાસનાં સમણાં સેવતો મહેલમાં પહોંચ્યો પણ છે તપાસ કરી, તો ખબર પડી કે મનોરમા તો પિતૃગૃહે ચાલી ગઈ છે. આથી છંછેડાઈને દાસીઓ વગેરેને મારઝૂડ કરી, કોઈના પર બળાત્કાર કરી, અતિશય ગુસ્સે થઈ તે
ચાલી ગયો. છતાં રોજે મનોરમાને મેળવવાને મનોરથો સેવતો રહ્યો. આ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી રાજા નગરમાં પાછા આવ્યા હતા, અને મરુભૂતિ પાછળ છે જ વ્યવસ્થા સંભાળવા રોકાયો હતો. રાજાને કમઠના દુરાચારની અને પોતાના જ ભાઈની આ પત્નીની દુર્દશા કરવાના પ્રયત્નની જાણ થતાં રાજાએ ક્રોધે ભરાઈને ન્યાયની રક્ષા કરવા ખાતર મરુભૂતિના આવતા પહેલાં જ તેને રાજ્યમાંથી હદપાર કર્યો. જીતેલા રાજ્યનો
કારભાર પતાવી મરભૂતિ પાછો આવ્યો, ત્યારે તેને આ સર્વ વાત જાણવા મળી. છતાં વિકમઠ પ્રત્યે પ્રેમવશ થઈ કમઠે જાણે કંઈ ગુનો કર્યો જ ન હોય તેમ તેની શોધમાં
જંગલમાં ગયો. કમઠ રાજ્યની હદ બહાર કોઈ તાપસો સાથે ભળી જઈને તાપસ બન્યો હતો. પૂર્વનાં કુલક્ષણો તો ભાવ ભજવતાં રહ્યાં, એટલે અજ્ઞાનનું સેવન કરતો તાપસી ધ જંગલમાં સમય પસાર કરતો હતો, પણ કંઈ આત્મહિત પ્રાપ્ત કરી શકયો ન હતો. આ મરુભૂતિ કમઠને શોધતો જંગલમાં આવી પહોંચ્યો. કમઠે દૂરથી જોયું કે આવનાર મિરુભૂતિ જ છે તેથી તેને જોતાં અંદરથી વેરની આગ ભભૂકી ઊઠી. અવિચારી એવા - કમઠે મરુભૂતિના માથા પર એક મોટી શિલા ઝીંકી દીધી. મરુભૂતિ બેભાન થઈને ઢળી
પડ્યો. જરાક ભાન આવતાં પોતાની આવી દુર્દશા જોઈને તથા માથાની અસહ્ય આ વેદનાના ઉદયથી અશુભધ્યાનના પરિણામસહિત મૃત્યુ પામી તે જ જંગલમાં હાથી તરીકે ઉત્પન થયો.
બીજે ભવઃ હાથી અને સર્પ - મરુભૂતિ મૃત્યુ પામી હાથીનો દેહ ધારણ કરી વનમાં ભમતો હતો. આ બાજુ - કમઠનું આવું દુષ્કૃત્ય જાણી તાપસ મહંતે તેને કાઢી મૂકયો. તે ચોરોની ટોળીમાં ભળીને રે
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org