________________
૧૫૬
IIRIKRITI
I
૬ વગરની સૂની લાગે છે. ભરતક્ષેત્ર દીપક વગરના અંધકાર જેવું લાગે છે. આમ અનેક પ્રકારે ગણધર ગૌતમ પ્રશસ્ત રાગના નિમિત્તે ભગવાનનું રટણ કરતા હતા.
થોડી વારે જ્યારે શોકનો આવેગ શમ્યો ત્યારે તેમના ચિત્તમાં વીજળીની જેમ, હું ઝબકારો થયો કે અરે ! હું કેવો મિથ્યામતિમાં ફસાઈ ગયો હતો ! ભગવાન તો = કે વીતરાગ હતા. તેમને વળી રાગ કેવો હોય ? તેમના નિર્દોષ વાત્સલ્યને મેં જાણ્યું નહિ. છે 1 અને હું તો રાગમાં જ રહ્યો. તેમના ઉપદેશને પણ મેં લક્ષમાં લીધો નહિ કે જગતમાં હું કોઈ કોઈનું નથી. જીવ એકલો જ આવે છે અને એકલો જ જાય છે. : ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા - આમ અનેક પ્રકારે ભાવને શુદ્ધ કરતાં ગૌતમ ગણધર શુકલધ્યાનની શ્રેણીએ
આરૂઢ થઈ ગયા અને ચાર ઘાતિકર્મોનો નાશ કરી, અનંત વસ્તુને જાણવાવાળું, : અવિનાશી, અનુપમેય, સમસ્ત આવરણ રહિત અનંત અવ્યાબાધ એવા કેવળજ્ઞાનને
પામ્યા.
ભવિતવ્યની વિચિત્રતા કેવી છે ! ગૌતમને પાંડિત્યનું અભિમાન પ્રભુ પાસે લઈ જ જવા નિમિત્ત બન્યું, પ્રભુ પ્રત્યે પ્રશસ્ત રાગ, એક ઉત્તમ ભક્તિના શરણનું કારણ { બન્યાં. તે ગુરુભક્તિનો રાગ ખેદજનિત બની કેવળજ્ઞાનનું નિમિત્ત બન્યો. | ગૌતમસ્વામી કારતક સુદ એકમને દિવસે સવારે કેવળજ્ઞાન પામ્યા. બાર વરસ સુધી કેવળીપર્યાય પાળી સુધર્માસ્વામીને ગણ સોંપી પોતે મોક્ષે ગયા. ધન્ય તે ગણધારા.
- દિવાળી પર્વ તે કાળે સમયને વિષે જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે છે ; રાત્રિએ કાશી, કોશલ વગેરે અઢાર ગણરાજાઓ પાવાપુરીમાં પ્રભુની નિશ્રામાં એકઠા થયા હતા. તેઓએ વિચાર કર્યો કે આપણા ભાવને પ્રગટ કરવા દીવા પ્રગટાવવામાં જોઈએ. ત્યારથી તે દિવસ દીપાવલિ કે દિવાળી પર્વ તરીકે પ્રસિદ્ધ થયો.
વળી કારતક સુદ એકમે ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા તેનો ઉત્સવ કર્યો તેથી તેને
Jain Education International
For Private & Personal spOnly,
22lITTER
Bll
Maste