________________
As
NE
૩ સૂર્યના પ્રકાશની જેમ પ્રકાશમય ગયો. પરંતુ રાત્રિના અંધકારમાં મેઘની ચેતના પર 9 = પણ અંધકારનું આવરણ છવાઈ ગયું. ભગવાનના સાન્નિધ્યમાં જાગૃત થયેલી ચેતના : રાત્રિની પ્રતિકૂળતાથી ઠરી ગઈ, તે પ્રાતઃકાલે ભગવાન પાસે આવ્યા. : ભગવાન તેના મનની દશા જાણતા હતા, તેમણે મેઘને આ જન્મ નહિ પણ છે : પૂર્વજન્મો સુધી જાગૃત કરી દીધો. મેઘ કહેવા આવ્યો હતો કે આ સંયમ પાળવો સંભવ - નથી, પરંતુ ભગવાને તેને કહેલા પૂર્વજન્મોની ઘટનાઓથી તે જાગૃત થઈ ગયો, હાથીના - ભવમાં સહન કરીને ભગવાનના શરણ સુધી પહોંચવાનું પુણ્યબળ મેળવ્યું. તે પુણ્યબળને હૈ = મુનિઓના ચરણસ્પર્શથી ક્ષોભ પામી ફેંકી દેવા તૈયાર થયેલો મેઘ જાગી ગયો. ફક્ત આ હું = જન્મની હકીકતથી તેની ચેતના જાગૃત થાય તેવી સંભાવના ન હતી. તેનો આ જન્મ તો હું - કેવળ સુખદ સ્વપ્ન હતું.
ભગવાને કહ્યું, હે મેઘ ! તું આ જન્મમાં જે સુખ પામ્યો તેનું કારણ શું છે? પૂર્વજન્મમાં હાથી હતો. તારા પરિવારના રક્ષણ માટે માંડલું કરીને રહ્યો હતો. એક સસલું રક્ષણ મેળવવા આવ્યું, તે વખતે તેં પગ ઊંચો કર્યો, તે સસલું ત્યાં ગોઠવાઈ ગયું. ત્રણ દિવસ તું તે સ્થિતિમાં અનુકંપાના ભાવથી ઊભો રહ્યો, સસલું ત્યાંથી અન્યત્ર જતાં, તું પગ નીચે મૂકતાં પછડાઈ પડ્યો. મહાકાય તને ઊભો કરવા કોણ સહાય કરે ! = સમતાથી તું પડ્યો રહ્યો. મરણ પામી રાજકુમાર થયો.
ભગવાને પૂછ્યું, “મેઘ, હવે તું જ નિર્ણય કર કે તારે શું કરવું ?” મેઘનું છે આત્મસંશોધન ઘેરું બન્યું. તે જાગૃત થઈ ગયો, આ જન્મના સુખની પૂચ્છ તૂટી ગઈ, અને મેઘ પુનઃ આત્મસંશોધનમાં પ્રસ્થાપિત થઈ ગયો. પૂર્ણતાને પ્રાપ્ત કરી ધન્ય બની ગયો.
શું આપણા પૂર્વજન્મોમાં આવી ઘટનાઓ ઘટી હશે ? મહાપુરુષોના જીવનની કથાઓને અંતરમાં સ્પર્શવા દો. સંસારી જીવોને વિવિધ મનોદશાની સઘળી ઘટનાઓ છે અલ્પાધિક પણ શુભાશુભ સંસ્કારરૂપે તેમની ચેતનામાં સ્પર્શ થયો હોય છે. તેનું મંથન કરો અને અંતરને જાગૃત થવા દો. સંસારની યાત્રામાં ઘણાં દુઃખો સહન કર્યા છે. કરતાં આવ્યા છીએ, સંયમને માર્ગે તેવાં કષ્ટો છે નહિ, હા સંયમમાર્ગે જવા માટે સ્વચ્છેદે છે
વિહરેલા જીવે મનને નિયંત્રિત કરવું પડે છે, તે કષ્ટદાયક લાગે છે ખરું; પણ પ્રારંભમાં Sાજા વિકgiાષાના પS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org