________________
સંવાદનું સંવેદન ભગવાન મહાવીરની સમત્વની આરાધનાની એક અભિવ્યક્તિ અનાગ્રહ હતો. છે. કારણ કે આગ્રહી પ્રકૃતિવાળા માનવ પોતાની જ માન્યતા દ્વારા યુક્તિ શોધે છે. અન્યને તે માટે તેવો જ આગ્રહ રાખે છે. અનાગ્રહી માનવી યુક્તિને વિશાળ દૃષ્ટિને મન દ્વારા છે ગ્રહણ કરી જીવનમાં તેનો સુવ્યવસ્થિત પ્રયોગ કરે છે. જ આગ્રહી માનવી પોતાના આગ્રહને આગળ કરી જીવનના સત્ત્વનું સંશોધન કરે છે, છે તે વ્યર્થ જાય છે. અનાગ્રહી માનવ અંતરચક્ષુ દ્વારા સત્યને શોધે છે, અને પ્રાપ્ત કરે છે. જે માનવી માટે કર્મનું કે ધર્મનું ક્ષેત્ર અગત્યનું નથી. તે કેટલો અનાગ્રહી અને આ વિશાળદષ્ટિયુક્ત છે તે તેના જીવન માટે અગત્યનું છે. અનાગ્રહી દૃષ્ટિએ ભગવાનના જે મુખે સ્યાદ્વાદશૈલીને પ્રગટ કરી.
પોતાપણાનો આગ્રહ જીવને બાધક બને છે. એટલે જૈન દર્શનની શૈલી છે શિક “દેવગુરુકૃપાની પ્રાધાન્યતા. તે પરાવલંબન નથી; પણ સમર્પણતાનું સરળ સાધન છે. કામદેવનું નિવેદન
કામદેવ શ્રાવકને કોઈ દેવે તેના ઉપાસનાગૃહમાં ધ્યાન અને શીલની આરાધનામાં = ઉપદ્રવ કર્યો. કામદેવ પૂર્ણ જાગૃતિથી અચલ રહ્યા. જ્યારે ભગવાન ચંપાપુરીમાં પધાર્યા ત્યારે કામદેવ દર્શનાર્થે ગયા. ભગવાને પૂછયું. “કામદેવ ગઈ રાત્રિ તેં ધ્યાનમાં ગાળી ?'
“હા ભંતે.” “તને ઉપસર્ગ થયો હતો.” “હા ભંતે.” “તું કસોટીમાંથી પાર ઊતર્યો.” ‘ભંતે, આપના ધર્મઉપદેશનો પ્રભાવ છે.'
ભગવાનના શિષ્યોનું ઘડતર આવું હતું. અર્થાત્ અર્પણતા. એ ગૌતમને સંબોધન
ભગવાન પુનઃ પુનઃ કહેતા “ગૌતમ ! એક પળનો પ્રસાદ ન કર !” ગૌતમ એ