________________
૧૪૮ શ્રેણિક ભગવાને દર્શાવેલી યુક્તિથી પ્રસન્ન થયો. તેણે માન્યું કે બ્રાહ્મણી અને કસાઈ બે મારી આજ્ઞામાં છે, વળી તેમને ધન આપવાથી આ કાર્ય સહેલાઈથી થઈ ?
શકશે. આથી તેણે પ્રથમ કપિલા બ્રાહ્મણીને બોલાવીને કહ્યું કે, “હે ભદ્ર ! તું સાધુઓને છે સહર્ષ ભિક્ષા આપ. તને તે કાર્ય માટે ઘણું ધન આપીશ.”
“મહારાજ, મને ક્ષમા કરો, મને ધનની જરૂર નથી. મને આ સિવાય ગમે તે કાર્ય સોંપો, પરંતુ આ કાર્ય હું કરી નહિ શકું.” શ્રેણિકે વિચાર્યું કે કોઈની પાસે બળજબરીથી શરુ સુકૃત્ય કરાવી શકાતું નથી. જીવોમાં એવો અંતરાય રહ્યો હોય છે કે તેઓ યોગ મળવા
છતાં ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી. છે. ત્યાર પછી તેમણે કાલસૌરિકને બોલાવ્યો અને કહ્યું કે, “તું આ કસાઈપણું છોડી દે, ધનના લોભથી તું આવું કૃત્ય કરે છે, પણ હું તને ઘણું ધન આપીશ.”
કાલસૌરિક : “મહારાજ, કસાઈના કામમાં દોષ નથી, હું તો મનુષ્યોને ખોરાક છે જ પૂરો પાડું છું.” છે આથી રાજાએ તેને એક અહોરાત્ર અવાવરૂ કૂવામાં પૂરી રાખ્યો. પણ વ્યર્થ. | આ કસાઈએ કૂવામાં માટીનાં ચિત્ર બનાવીને પાંચસો પાડાને હણ્યા. આ શ્રેણિકે વિચાર્યું હિંસા, એ માનવનો સંસ્કાર બની જાય છે, પછી તેને છોડાવી !
શકાતો નથી. છે પરંતુ આ યુક્તિઓમાં નિષ્ફળ જતાં તેને અત્યંત ખેદ થયો. “મારા પૂર્વ દુષ્કૃત્યને જ ધિક્કાર છે. મેં અજ્ઞાનરૂપી અંધકારમાં કેવો ભયંકર દોષ કર્યો છે, કે જે વ્યર્થ થશે એ નહિ. વળી ભગવાનની વાણી પણ અન્યથા ન હોય” આમ વિચારી તેને ભગવાન પ્રત્યે
અત્યંત ભક્તિ ઊપજી. અને ભાવશુદ્ધિ તથા આત્મસંશોધન દ્વારા સમકિતને દઢ કર્યું, તે છે. ભલે હવે નરકગામી થાય પણ શ્રેણિક નિર્ભયતા પામ્યો, કે કરેલાં કર્મ સમતાથી જ ભોગવીને ભગવાને કહ્યું છે તેમ ભગવાનરૂપે પ્રગટ થઈશ.
Racin Education International
For Private &