________________
૧૪૭ હું જાવ. તરત જ તમારા મગજમાં તમારી મોટાઈના તરંગોનો હુમલો થાય !
અને ધારો કે ગોશાળક હોત તો ભગવાનને કહી દેત, “જો તમને તમારા મુખ્ય છે શિષ્યનું પણ કંઈ મૂલ્ય નથી તો મને તમારું શાસન ખપતું નથી. હું પણ મારો પંથ શું પ્રવર્તાવી શકું તેમ છું.” છે ગૌતમ, ગૌતમ હતા. ભગવાન પણ સત્યના મહાન પ્રણેતા હતા. પોતાના શિષ્યને છેસત્યપંથે લઈ જવા તે તેમની સહજતા હતી. ગૌતમ ક્ષણના વિલંબ વગર આનંદ શ્રાવક પાસે પહોંચ્યા, અને ક્ષમા માગી. અદ્ભુત છે એ નમ્રતા.
ભગવાને શ્રેણિકને દર્શાવેલું આત્મસંશોધન મગધસમ્રાટ શ્રેણિકે મહાવીરના શાસનનો સ્વીકાર કર્યો. તે ભગવાનનો અનન્ય દિ ભક્ત બન્યો. ભગવાનની દેશનાના શ્રવણથી અભિભૂત થયેલા શ્રેણિકના ચિત્તમાં મંથન થયું કે મારી ગતિ શું થશે ?
“ભંતે ! મારી ગતિ શું થશે?” છે. ભગવાનના જ્ઞાનમાં ત્રિકાળ અંકિત હતો. શ્રેણિકના પ્રશ્નનો જવાબ તો કડવો છે.
હતો, પણ વાત્સલ્યમય ભગવાને એ કડવાશમાં શ્રેણિકનું હિત જોયું હતું. - ભગવાન : “હે શ્રેણિક ! કોઈ અત્યંત અશુભ પળે તું નરકનું આયુષ્ય બાંધીને બેઠો રે
.
ભંતે, “ન બને, આપનો સેવક નરકમાં જાય તો આ ભક્તિની ફલશ્રુતિ શું?”
ભગવાન: “દઢપણે બાંધેલાં કર્મ ભોગવવાં જ પડે છે. તેમાં ઇન્દ્રાદિ કોઈ મુક્ત - નથી.”
“અંતે, કોઈ ઉપાય બતાવો. મને અંધકારથી છોડાવો.”
ભગવાન જાણતા હતા કોઈ ફેરફાર થવા સંભવ નથી. પરંતુ તેની દષ્ટિ ખૂલે તે માટે ઉપાય બતાવ્યા છે જે તેને માટે શ્રેયસ્કર બનશે. ભગવાને કહ્યું કે, “જો કપિલા બ્રાહ્મણી સહર્ષ સાધુને ભિક્ષા આપે, અને રાજકસાઈ કાલસોરિક એક દિવસ ત્રિવિધે હિંસાનો ત્યાગ કરે તો તારો નરકથી છૂટકારો થવો સંભવ છે.”
Main Education International
For Private & Personal Use Only
www.jainelibrary.one