________________
તજજૈન
સૌ આશ્ચર્ય પામ્યા કે, આ બાળક આવાં વ્યાકરણ કયાં શીખવા ગયો હશે ? ત્યારથી - જેને' નામનું વ્યાકરણ પ્રસિદ્ધ થયું. - ત્યાર પછી ઇંદ્ર પંડિત વિપ્રને કહ્યું કે તમારે આને કોઈ સામાન્ય માનવી ન
ધારવો. આ તો ત્રણ જગતના નાયક અને શાસ્ત્રના પારગામી અવધિજ્ઞાન સહિત Sછે જન્મેલા શ્રી વિરભગવાન છે. ઇંદ્ર આ પ્રમાણે ઉચિત કાર્ય કરી વિદાય લીધી, અને - વર્ધમાનકુમાર સો પરિવાર સાથે રાજમહેલે સિધાવી ગયા. બાળક છતાં જ્ઞાનવૃદ્ધિ અને
કેવી ગંભીરતા હતી !
યૌવનકાળ અને ગૃહવાસા - માનવમાત્ર બાળ, યુવાની અને વૃદ્ધાવસ્થાની સીમાને આધીન છે. સમયનો કાંટો
કવણથંભ્યો ગતિ કરતો રહે છે. જન્મને તે મૃત્યુમાં પરિવર્તિત કરે છે. - શિશુવય વટાવી વર્ધમાને યુવાનીમાં પ્રવેશ કર્યો. સૌંદર્યમાં યુવાની ભળી અને જ
સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું. શારીરિક બળ પણ વિકસિત થયું. રાજવંશીનીટ સઘળી કળાઓમાં નિપુણ થયા. કોઈવાર મિત્રો સાથે વન-ઉપવનમાં જાય છે. શસ્ત્ર સજે છે, પણ શસ્ત્રનો ઉપયોગ નથી કરતા. વર્ધમાન વિચારે છે કે જગતમાં કેટલી રમણીયતા છે. સૌ જીવો સુખ માટે તલસે છે. તેમને દુઃખ આપવાનો માનવને શું
અધિકાર છે? એ વર્ધમાન મિત્રોને સમજાવે છે, મિત્રો ! અન્ય જીવોને મારીને તમે શું સુખ - મેળવશો ? તમે મોટા મત્સ્યને મારી શકશો પણ જંતુને જીવન આપી શકતા નથી. નિર્દોષ જીવો પર તીર ચલાવવું, તેમનો ઘાત કરો, તે ક્ષત્રિયોનું સાહસ નથી. બળિયા
સાથે બાથ ભીડો. કે મિત્રો કહે : આપણે ક્ષત્રિયો છીએ. રણે ચઢવાવાળા છીએ. શસ્ત્રવિદ્યાનો ઉપયોગ = ક્ષત્રિયોનો ધર્મ છે. આપણને કાયરતા ન શોભે. શત્રુને મારવા, રાજ્યનો વિસ્તાર કે વધારવો તે રાજધર્મ છે. - વર્ધમાન સૌને પોતાના ત્યાગ અને તપશ્ચર્યા વડે, જીવનની નિર્દોષતા સમજાવતા = તેનું ગાંભીર્ય અને ઉદાસીનતા જોઈ મિત્રો પણ આશ્ચર્ય પામતા. on Educવર્ધમાન યૌવનમાં હતા પણ તેમનાં લક્ષણ વૈરાગ્યનાં હતાં. આથી માતાપિતાને
-ળ
તા.
પ
:
-