________________
૧૧૭ ન કરી આયુષ્ય પૂર્ણ થયે બંને મિત્રો સ્વર્ગલોકમાં સંચર્યા અને દુષ્ટ ગોવાળિયો ક્રૂર કર્મને આ કારણે અધોગતિ પામ્યો. શાસ્ત્રકાર લખે છે, ભગવાનને ઘણા ઘોર ઉપસર્ગ થયા તેમાં શું આ શુળનો ઉપસર્ગ અતિ કષ્ટદાયક હતો. તે પછી ઉપસર્ગોનો અંત આવ્યો. છે નાનામોટા સર્વ ઉપસર્ગો સમયે પ્રભુએ તેનો સહજ સ્વીકાર કરી ક્ષમાભાવે સહન ન કરી લીધા હતા. ઇંદ્રની ભક્તિને કારણે તેમને તેની પ્રિયતા ન હતી અને ઉપસર્ગોના 2 કરનાર પ્રત્યે તેમને કોઈ ખિન્નતા ન હતી.
શ્રમણ ભગવાન મહાવીર અણગારની ચર્ચા ક્ષમાસાગર ભગવાન હાલવા-ચાલવામાં કોઈ જીવની વિરાધના ન થાય તેમ સમ્યક માં પ્રવૃત્તિવાળા હતા. (ઈર્યાસમિતિ), નિર્દોષ વચન બોલવાના ઉપયોગવાળા (ભાષાસમિતિ), દોષરહિત ભિક્ષા ગ્રહણ કરવામાં ઉપયોગવાળા (એષણાસમિતિ), ઉપકરણની યતનાવાળા (આદાનભનિખેવણ સમિતિ), શરીરના મળમૂત્રનો ત્યાગ કરવામાં ઉપયોગવાળા . (ઉચ્ચારપાસવણભૂમિ) હતા. ભગવાન અતિશયયુક્ત હોવાથી પાછળની બે સમિતિનો એ આચાર તેમને હોતો નથી. સૂત્રની સળગતા માટે લેખન આપવામાં આવ્યું છે. શુદ્ધ જો યોગમાં સ્થિર પ્રભુ શુભ મનોયોગ, વચનયોગ તથા કાયયોગમાં ગૌણપણે પ્રવર્તતા હતા. મુખ્યત્વે આત્મરામી હતા અને અશુભ ત્રિયોગને રોકનારા હતા. બ્રહ્મચર્યમાં એકનિષ્ઠ હતા. ક્રોધ, માન, માયા, લોભ રહિત હતા. આંતરબાહ્ય વૃત્તિઓથી શાંત હતા. નિગ્રંથ છે હતા, મિથ્યાત્વાદિ દોષથી અત્યંત રહિત હતા. રાગદ્વેષથી આત્યંતિકપણે નિર્લેપ હતા, છે નિરપેક્ષપણે વિહાર આદિ કરતા હતા, નિષ્પરિગ્રહી હતા, અપ્રમત્તદશામાં હતા, હિ. મહાવ્રતના પાલનમાં પરિપૂર્ણ હતા. સંયમમાં દઢ હતા, હર્ષવિષાદનાં કારણોથી પર જ હતા. ઇંદ્રિયવિજેતા હતા. શુદ્ધ ધ્યાનમાં અવલંબનને સાધતા હતા. કર્મશત્રુઓથી જ ઈ પરાભવ પામે તેવા ન હતા. ભાવ વડે જ્ઞાનયુક્ત હતા. આવા અસાધારણ ગુણો વડે છે અર્થાત્ અનુપમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય વડે યુક્ત હતા. છે. અનુપમ આર્જવ-માયારહિત ગુણોવાળા હતા. સચિતુ-અચિત્ કોઈ પણ દ્રવ્યથી છે તેઓને પ્રતિબંધ ન હતો. કોઈ ગામ કે નગરમાં પ્રભુને મારાપણાનો ક્ષેત્રથી પ્રતિબંધ ન જ હતો. સૂક્ષ્મ કે સ્થૂળ સમયનો કોઈ પણ પ્રતિબંધ ન હતો કે આ વર્ષ કે આ ઋતુ મને તો
in Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.orછે.