________________
૧૨૯
“પૂજો વા, વિમાને વા, ઘુવે વા” છે. પ્રભુમુખથી ત્રિપદીનું શ્રવણ કરીને ગૌતમ શ્રી ઇંદ્રભૂતિએ દ્વાદશાંગીની રચના કરી. તેઓ પ્રભુના પ્રથમ ગણધર થયા. ૨. અગ્નિભૂતિનું આશ્ચર્ય
અપાપાપુરીના તાપસીના યજ્ઞમાં શું બન્યું તે જોઈએ. એ યજ્ઞમાં પવનવેગે - સમાચાર પહોંચી ગયા કે ઇંદ્રભૂતિ તો ભગવાનના શિષ્ય થયા છે. એ સાંભળી બીજો
ભાઈ અગ્નિભૂતિ વિચારવા લાગ્યો કે કદાચ પર્વત કંપાયમાન થાય, બરફ ઓગળી ન જાય, અગ્નિ શીતળતા પ્રાપ્ત કરે, પવન સ્થિર થઈ જાય, પૃથ્વી પાતાળમાં પેસી જાય છે
તો પણ મારો ભાઈ હારે ? તે સંભવ નથી. તે વિશ્વાસ કરી ન શક્યો કે ઇંદ્રભૂતિ . દીક્ષિત થાય. છતાં સંભવ છે કે કોઈ ધૂર્ત વિદ્યાબળે તેઓ ઠગાઈ ગયા હોય ? માટે હું આ છે હમણાં જ જઈને પરાજિત થયેલા મારા વડીલ બંધુને મુક્ત કરું. તે પણ અનેક પ્રકારના તરંગો કરતો પાંચસો શિષ્યોથી પરિવરેલો પ્રભુ સન્મુખ પહોંચ્યો. ત્યાં તો તેના પર શ્રવણે શબ્દો પડ્યા કે– આ છે ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ ! તને નિરંતર શંકા રહે છે કે કર્મ જેવું કંઈ હશે કે નહિ. પરસ્પર વિરુદ્ધ લાગતા વેદપદોથી તું મૂંઝાયો છું. કર્મનું રહસ્ય અને સમાધાન
पुरुष एवेदं सर्वं यद् भूतं यच्च भाव्यम् આ વાકયથી તું એમ સમજ્યો છું કે આ વર્તમાનમાં જણાતું ચેતન તે ત્રણે કાળા માટે પુરુષ જ છે. પણ કર્મ જેવું કંઈ છે નહિ. દેવ, માનવ, તિર્યંચ, પૃથ્વી, પર્વત તે સર્વે આત્મા જ છે. તે માને છે કે અમૂર્ત આત્માને મૂર્તિ - રૂપી - કર્મો કેવી રીતે લાભ- હાનિ કરે? અમૂર્તિ એવા આકાશમાં જેમ ચંદનનું વિલેપન શકય નથી તેમ અરૂપી એવા આત્માને રૂપી કર્મો કેવી રીતે લાગે ? માટે કર્મ નથી એમ માને છે. બીજી બાજુ તું વેદપદો દ્વારા જાણે છે કે યજ્ઞો જેવાં કૃત્યોથી સ્વર્ગમાં જવાય ઇત્યાદિ. આમ, વિરુદ્ધ જે વેદપદોથી તું મૂંઝાય છે. પણ તું તે વેદપદોનો અર્થ બરાબર સમજ્યો નથી.
Sain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.one